કલાકોની મુસાફરી મિનિટોમાં! મેટ્રો બનીને આવી રહી છે `વંદે ભારત`, જાણો ક્યારે શરૂ થશે
Vande Metro Train: વંદે ભારત સ્લીપર ટ્રેનો 1,000 કિલોમીટરથી વધુ લાંબા રૂટ પર ચલાવવામાં આવશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વંદે મેટ્રો ટ્રેન લગભગ 124 શહેરોને જોડશે અને કેટલાક ઓળખાયેલા રૂટમાં લખનૌ-કાનપુર, આગ્રા-મથુરા, દિલ્હી-રેવાડી, ભુવનેશ્વર-બાલાસોર અને તિરુપતિ-ચેન્નઈનો સમાવેશ થાય છે.
Vande Metro Train: હાલમાં, ટ્રેનોને 100 થી 200 કિલોમીટરની મુસાફરી કરવામાં કલાકો લાગે છે. પરંતુ ભારતીય રેલ્વે કંઈક એવું કરવા જઈ રહી છે, જેના કારણે પ્રવાસ મિનિટોમાં પૂર્ણ થઈ જશે. ભારતીય રેલવે જુલાઇમાં ટૂંકા અંતરની વંદે મેટ્રો ટ્રેનની ટ્રાયલ રન શરૂ કરશે અને આવતા મહિને વંદે ભારતની સ્લીપર ટ્રેનની ટ્રાયલ રન શરૂ કરશે. વંદે મેટ્રો ટ્રેનો 100 થી 250 કિલોમીટર સુધીના રૂટ પર દોડશે, જ્યારે વંદે ભારત સ્લીપર ટ્રેનો 1,000 કિલોમીટરથી વધુ લાંબા રૂટ પર દોડશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, વંદે મેટ્રો ટ્રેન લગભગ 124 શહેરોને જોડશે અને કેટલાક ઓળખાયેલા રૂટમાં લખનૌ-કાનપુર, આગ્રા-મથુરા, દિલ્હી-રેવાડી, ભુવનેશ્વર-બાલાસોર અને તિરુપતિ-ચેન્નઈનો સમાવેશ થાય છે.
દરેક ટ્રેનમાં 12 કોચ હશે-
નવી વંદે મેટ્રો ટ્રેન સંપૂર્ણપણે એસી હશે અને હાલના રેલવે ટ્રેક પર જ દોડશે. આ ટ્રેનો મોટા શહેરો અને તેમની આસપાસના નાના શહેરોને જોડવાનું કામ કરશે. આ ટ્રેનોમાં સામાન્ય કોચમાં વધુ મુસાફરો મુસાફરી કરી શકશે. રેલવે અધિકારીના જણાવ્યા અનુસાર આ ટ્રેનો ઝડપથી સ્પીડ પકડી લેશે અને નાના સ્ટેશનો પર રોકાશે. દરેક ટ્રેનમાં 12 કોચ હશે અને કોચના દરવાજા મોટા અને ઓટોમેટિક હશે. તેમજ કોચમાં ઉભા રહેવા માટે વધુ જગ્યા હશે. જો જરૂર પડે તો આ ટ્રેનોમાં 16 કોચ પણ લગાવી શકાય છે.
50 નવી અમૃત ભારત ટ્રેનનો લક્ષ્યાંક-
ટ્રેનોને આધુનિક બનાવવાની યોજના હેઠળ, રેલ્વે આ વર્ષે 50 નવી અમૃત ભારત ટ્રેનો ચલાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ ટ્રેનોને આગળ અને પાછળના બંને ભાગમાં એન્જીન લગાવીને ચલાવવામાં આવશે, જે તેમને દિશા બદલવાનું સરળ બનાવશે. આ ટ્રેનો લાંબા અંતરની મુસાફરી કરતા મુસાફરોને પોસાય તેવા ભાવે મુસાફરી કરવાની સુવિધા પૂરી પાડશે. આ પ્રકારની પ્રથમ ટ્રેન દિલ્હી અને અયોધ્યા વચ્ચે દોડાવવામાં આવી હતી.
વિદેશી ટ્રેન જેવી હશે ડિઝાઈન-
આ ટ્રેનો લગભગ 2026 સુધીમાં આવી જશે અને તેની વિશેષતા એ હશે કે તેની આગળની ગાડી યુરોપીયન ટ્રેનોની જેમ પોઇન્ટેડ હશે. રેલવે આગામી સમયમાં આવી 400 જેટલી અમૃત ભારત ટ્રેનો દોડાવવાની યોજના ધરાવે છે.