વારાણસીઃ કાશી વિશ્વનાથ મંદિર તથા જ્ઞાનવાપી કેસમાં ગુરૂવારે વારાણસીના સિવિલ જજ સીનિયર ડિવીઝન ફાસ્ટ ટ્રેક કોર્ટે વિવાદિત જ્ઞાનવાપી પરિસરનું પુરાતાત્વિક સર્વેક્ષણ કરાવવાનો આદેશ આપ્યો છે. કોર્ટના આ ચુકાદા બાદ અયોધ્યાની જેમ હવે જ્ઞાનવાપી મસ્જિદનું પણ ખોદકામ કરી ASI મંદિર પક્ષના દાવાની પ્રામાણિકતાની તપાસ કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાચીન મૂર્તિ સ્વયંભૂ આદિ વિશ્વેશ્વર પક્ષના વકીલ વિજય શંકર રસ્તોગીએ જણાવ્યુ કે, કોર્ટે કેન્દ્ર સરકાર અને ઉત્તર પ્રદેશ સરકારને પત્ર દ્વારા આ મામલામાં પુરાતત્વ વિભાગની પાંચ સભ્યોની ટીમ બનાવી પરિવરમાં પુરાતાત્વિક સર્વેક્ષણ કરાવવાનો આદેશ આપ્યો છે. 


કાશી વિશ્વનાથ મંદિર પક્ષના વકીલ વિજય શંકર રસ્તોગીએ કોર્ટના ચુકાદાનું સ્વાગત કરતા કહ્યુ કે, પુરાતાત્વિક સર્વેક્ષણ બાદ તે સ્પષ્ટ થઈ જશે કે વિવાદિત સ્થળ કોઈ મસ્જિદ નહીં, પરંતુ આદિ વિશ્વેશ્વર મહાદેવનું મંદિર છે. 


આ પણ વાંચોઃ parambir singh case: અનિલ દેશમુખને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટે અરજી નકારી  


2 એપ્રિલે પૂરી થઈ હતી દલીલો
જ્ઞાનવાપી પરિસરના પુરાતાત્વિક સર્વેક્ષણની આ અરજી પર સિવિલ જજ સીનિયર ડિવીઝન ફાસ્ટ ટ્રેક્ટ કોર્ટમાં 2 એપ્રિલે દલીલો પૂરી થી હતી. કોર્ટે આ મામલામાં તમામ પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટમાં કાશી વિશ્વનાથ મંદિર પક્ષના વકીલ વિજય શંકર રસ્તોગી, સુનીલ રસ્તોગી અને રાજેન્દ્ર પાન્ડેયે પક્ષ રાખતા કહ્યુ હતુ કે પુરાતાત્વિક પૂરાવા માટે આમ કરવું ન્યાય ઉચિત છે. 


બીજા પક્ષે કર્યો વિરોધ
તો અંજુમન ઇંતેજામિયા મસાજિદ (જ્ઞાનવાપી મસ્દિજ પક્ષ) અને સુની સેન્ટ્રલ વક્ફ બોર્ડના વકીલોએ વિવાદિત ઢાંચાના પુરાતાત્વિક સર્વેક્ષણ કરાવવાને લઈને વિરોધ નોંધાવ્યો હતો. મસ્જિદ પક્ષની દલીલોને દરકિનાર કરી કોર્ટે ગુરૂવારે આ મામલામાં પુરાતાત્વિકગ સર્વેક્ષણના આદેશ આપ્યા છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube