parambir singh case: અનિલ દેશમુખને લાગ્યો ઝટકો, સુપ્રીમ કોર્ટે અરજી નકારી
વસૂલી કાંડના આરોપો પર બોમ્બે હાઈકોર્ટ (HC) ના આદેશ બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપનાર અનિલ દેશમુખ (anil deshmukh) ને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ વસૂલી કાંડના આરોપો પર બોમ્બે હાઈકોર્ટ (HC) ના આદેશ બાદ મહારાષ્ટ્રના ગૃહમંત્રી પદેથી રાજીનામું આપનાર અનિલ દેશમુખ (anil deshmukh) ને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. બોમ્બે હાઈકોર્ટ તરફથી સીબીઆઈ તપાસના આદેશની વિરુદ્ધ અરજી કરનાર દેશમુખની અરજી પર ગુરૂવારે સુપ્રીમ કોર્ટે દખલ દેવાનો ઇનકાર કરી દીધો છે. આ મામલામાં સુનાવણી સમયે અનિલ દેશમુખ તરપથી વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલ રજૂ થયા. જ્યારે પરમબીર સિંહ માટે મુકુલ રોહતગી અને મહારાષ્ટ્ર સરકારનો પક્ષ રાખવા માટે અભિષેક મનુ સિંઘવી અને જયશ્રી પાટિલ માટે સાલ્વે આવ્યા હતા. ૉ
સુપ્રીમ કોર્ટે અનિલ દેશમુખ અને મહારાષ્ટ્ર સરકારની અરજીઓ નકારતા કહ્યું કે, જે પ્રકારના આરોપ છે અને લોકો સામેલ છે, મામલામાં સ્વતંત્ર તપાસની જરૂર છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે હાઈકોર્ટના આદેશમું દખલ આપવા ઈચ્છુક નથી. તો મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ પર લાગેલા 100 કરોડના વસૂલીના આરોપોની તપાસ માટે સીબીઆઈની અત્યાર સુધી બે ટીમો મુંબઈ પહોંચી ચુકી છે. તપાસ સંબંધિત એક અધિકારીએ દિલ્હીમાં જણાવ્યું હતુ કે સીબીઆઈ અધિકારીઓની એક ટીમ મંગળવારે મુંબઈ પહોંચી જ્યારે બીજી ટીમ બુધવારે પહોંચી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે