Gyanvapi Masjid Case: ઉત્તર પ્રદેશના વારાણસીમાં કાશી વિશ્વનાથ મંદિર પાસે સ્થિત મા શૃંગાર ગૌરી-જ્ઞાનવાપી મસ્જિદના મામલામાં કોર્ટે મોટો નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે ASI સર્વેને મંજૂરી આપી છે. જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં હિંદુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ વિષ્ણુ શંકર જૈને ચુકાદાની નકલ વાંચી અને કહ્યું કે કોર્ટે ASI સર્વે કરવાનો આદેશ આપ્યો છે. જૈને કહ્યું, "મને જાણ કરવામાં આવી છે કે મારી અરજી મંજૂર કરવામાં આવી છે અને કોર્ટે વજુ ટેંક સિવાય જ્ઞાનવાપી મસ્જિદ સંકુલના ASI સર્વેક્ષણનો નિર્દેશ આપ્યો છે."


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વજુખાના સિવાયની તમામ પશ્ચિમી દિવાલ અને ત્રણેય થાંભલા સહિત સમગ્ર વિસ્તારનો સર્વે કરવામાં આવશે. SIએ 4 ઓગસ્ટ સુધીમાં કોર્ટને જણાવવું પડશે કે તે ક્યારે તેનો સર્વે કરશે. વિષ્ણુ શંકર જૈને કહ્યું, 'અમે કહ્યું હતું કે ASI દ્વારા સમગ્ર વિસ્તારનો સર્વે કરવામાં આવે. આજે કોર્ટે અમારી અરજી પર સંમતિ આપી છે અને હવે ASI આ કેસની દિશા અને સ્થિતિ નક્કી કરશે. શિવલિંગનો સર્વે થશે નહીં. તેમનો કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે જેની આગામી સુનાવણી 29 ઓગસ્ટે છે. પરંતુ શિવલિંગ સિવાય સમગ્ર કેમ્પસનો સર્વે થશે.


કોર્ટે સમગ્ર જ્ઞાનવાપી પરિસરની પુરાતત્વીય અને વૈજ્ઞાનિક તપાસની માંગ  સંબંધિત કેસમાં બંને પક્ષોને સાંભળ્યા બાદ 14 જુલાઇએ ચૂકાદાને પેન્ડીંગ રાખ્યો હતો અને કહ્યું હતું કે 21 જુલાઇના રોજ તેના પર ચૂકાદો સંભળાવવામાં આવશે. વારાણસીની જિલ્લા અદાલતના ન્યાયાધીશ એકે વિશ્વેશે બંને પક્ષોને સાંભળ્યા બાદ 21 જુલાઈ સુધી ચુકાદો અનામત રાખ્યો હતો.


હિંદુ પક્ષે વજુખાનાને છોડીને સમગ્ર જ્ઞાનવાપી પરિસરના એએસઆઇ સર્વે કરવાની માંગ કરી હતી. તો બીજી તરફ માંગ પર મુસ્લિમ પક્ષ અને સાજિદ કમિટીએ વિરોધ નોંધાવ્યો હતો. 


વારાણસીની 4 મહિલાઓ વતી આ માંગણી કરવામાં આવી છે, જેમના નામ છે- લક્ષ્મી દેવી, સીતા સાહુ, મંજુ વ્યાસ અને રેખા પાઠક. આ મહિલાઓએ 16 મેના રોજ જિલ્લા ન્યાયાધીશની કોર્ટમાં અરજી કરી હતી અને વિનંતી કરી હતી કે બુજુખાના સિવાયના તમામ વિસ્તારોનો સર્વે કરવામાં આવે.


14 જુલાઇના રોજ હિંદુ પક્ષના અધિવક્તા વિષ્ણુ શંકર જૈને કહ્યું હતું કે 'અમે વજુખાનાને છોડીને સંપૂર્ણ જ્ઞાનવાપી પરિસરની પુરાતાત્વિક અને વૈજ્ઞાનિક રીતે તપાસ કરવાની માંગ કોર્ટ સમક્ષ રાખી હતી. કોર્તે બંને પક્ષોને સાંભળ્યા બાદ ચૂકાદો પેન્ડીંગ રાખ્યો હતો. 


જૈને કહ્યું કે તેમની દલીલમાં તેમણે કોર્ટને કહ્યું હતું કે કાશી વિશ્વનાથ મંદિર-જ્ઞાનવાપી મસ્જિદ વિવાદ સમગ્ર મસ્જિદ સંકુલની પુરાતત્વીય તપાસ દ્વારા જ ઉકેલી શકાય છે. તેમણે કહ્યું કે મુસ્લિમ પક્ષે કોર્ટ સમક્ષ દલીલ કરી હતી કે પુરાતત્વીય સર્વેક્ષણ સંકુલને નુકસાન પહોંચાડી શકે છે, જેના પર અમે કોર્ટ સમક્ષ સંકુલને નુકસાન પહોંચાડ્યા વિના તપાસની આધુનિક પદ્ધતિની માંગ કરી હતી.


જ્ઞાનવાપી મસ્જિદના સમગ્ર પરિસરનું ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (એએસઆઇ) થી સર્વે કરવાનો આગ્રહ કરતાં વારાણસીની જિલ્લા કોર્ટે દાખલ અરજી પર મુસ્લિમ પક્ષે 22 મેના રોજ પોતાનો વાંધો નોંધાવ્યો હતો.