વારાણસી: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ના સંસદીય મતવિસ્તાર વારાણસીએ વધુ એક સિદ્ધિ મેળવી. ફાઈટર વિમાન રાફેલ ( Rafale) ની સ્ક્વોડ્રન ગોલ્ડન એરોમાં પ્રથમ મહિલા પાયલટ લેફ્ટેનન્ટ વારાણસીના શિવાંગી સિંહ (Shivangi Singh) સામેલ થયા છે. વારાણસીના ફુલવરિયા સ્થિત શિવાંગીના ઘરે પાડોશના બાળકો અને લોકો ભેગા  થયા અને પરિવાર સાથે ખુશી ઉજવી. શિવાંગીની આ સફળતા પર માતા સીમા સિંહે કહ્યું કે પુત્રીએ જે સપનું જોયું હતું તે પૂરું કર્યુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

VIDEOમાં દાવો: ભારતીય સરહદે પોસ્ટિંગ થતા જ ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા ચીની સૈનિકો


શિવાંગીનું પોસ્ટિંગ હાલ રાજસ્થાનમાં છે. શિવાંગીના બાળપણ અંગે માતાએ જણાવ્યું કે તે શરૂઆતથી જ ભણવામાં હોશિયાર હતી. પ્રાથમિક શિક્ષણ બાદ ઉચ્ચ શિક્ષણ માટે બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલય (BHU)માં અભ્યાસ માટે ગઈ હતી. એક મહિનાની તાલિમમાં ક્વોલિફાય કર્યા બાદ હવે તે રાફેલ ટીમનો ભાગ બની છે. 


શિવાંગીના પિતા કુમારેશ્વર સિંહે જણાવ્યું કે અમને ગર્વ છે કે અમારી દીકરી દેશનું નામ રોશન કરશે. બીએચયુમાં જ તે નેશનલ કેડેટ કોરમાં 7 યુપી એર સ્ક્વોડ્રનનો ભાગ હતી. બીએચયુથી 2013થી 2015 સુધી એનસીસી કેડેટ રહી. આ સાથે જ સનબીમ ભગવાનપુરથી બીએસસી કર્યું. શિવાંગી દિલ્હીમાં ગણતંત્ર દિવસ પરેડમાં 2013માં ઉત્તર પ્રદેશની ટીમનું પ્રતિનિધિત્વ કરી ચૂકી છે. 


UNમાં શી જિનપિંગના 5 સૌથી મોટા જુઠ્ઠાણા, કોણ કરશે ચીન પર વિશ્વાસ?


તેમણે 2016માં તાલિમ માટે વાયુસેના એકેડેમી જોઈન કરી હતી. ગત 16 ડિસેમ્બર 2017ના રોજ હૈદરાબાદ સ્થિત એર ફોર્સ એકેડેમીમાં તેમને ફાઈટર પાયલટનું બિરુદ મળ્યું હતું. હૈદરાબાદમાં ટ્રેનિંગ પૂરી કર્યા બાદ શિવાંગી હાલ મિગ-21ના ફાઈટર પાઈલટ છે. 


કુમારેશ્વર સિંહે જણાવ્યું કે પુત્રીએ માન વધાર્યુ છે. પિતાએ જણાવ્યું કે એક દિવસ પહેલા જ પુત્રી સાથે વાત થઈ અને જાણકારી મળી. પુત્રી પર અમને ગર્વ છે. તે અન્ય પુત્રીઓ માટે એક દ્રષ્ટાંત બની છે. જીવનની સૌથી મોટી ઉપલબ્ધિ ગણાવતા તેમણે કહ્યું કે હવે બસ પુત્રીને રાફેલ ઉડાવતી જોવાનું સપનું છે. તે પણ પૂરું થશે. શિવાંગીના માતા સીમા સિંહ ગૃહિણી છે અને ભાઈ મયંક બનારસમાં 12માં ધોરણનો વિદ્યાર્થી છે. 


લદાખ સરહદે તણાવના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube