મુંબઇ: શિવસેના સાંસદ સંયજ રાઉત (Sanjay Raut)ની પત્ની વર્ષા રાઉત (Varsha Raut) સોમવારના અચાનક એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ઓફિસ પહોંચી ગઈ. EDએ સમન્સ જારી કરી તેમને 5 જાન્યુઆરીના પૂછપરછ માટે બોલાવ્યા હતા, પરંતુ તેઓ 24 કલાક પહેલા જ અધિકારીઓની સામે પહોંચી ગયા. જો કે, અધિકારીઓએ સમય બરબાદ ન કરતા વર્ષા રાઉતની પૂછપરછ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- દિલ્હી-મેરઠ RRTS પ્રોજેક્ટ: કોંગ્રેસે કહ્યું- ચીનનું સન્માન અને કિસાનોનું અપમાન, નહીં ભૂલે હિન્દુસ્તાન


આ મામલે પૂછપરછ
આરોપ છે કે, પ્રવીણ રાઉતની પત્ની માધુરી પ્રવીણ રાઉતના એકાઉન્ટમાંથી55 લાખ રૂપિયા સંજય રાઉતની પત્ની વર્ષા રાઉતના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. હવે ED આ 55 લાખ રૂપિયાના ટ્રાન્જેક્શન વિશે વર્ષા રાઉતની પૂછપરછ કરવા માંગે છે. અધિકારીઓએ પહેલા જણાવ્યું હતું કે, પૈસા બે ભાગમાં વર્ષા રાઉતના ખાતામાં જમા કરવામાં આવ્યા હતા અને તેઓ તે જાણવા ઇચ્છે છે કે, આખરે આ પૈસા કેમ ટ્રાન્સફર કરવામાં આવ્યા.


આ પણ વાંચો:- વેક્સીન વિવાદો પર બોલ્યા ભારત બાયોટેકના MD- અમારી વેક્સીન પર ના કરો રાજકારણ


BJPએ ઉઠાવ્યો સવાલ
વર્ષા રાઉતના ઇડી ઓફિસ પહોંચ્યાના નિર્ણય બાદ હવે BJPએ તેમને સવાલોના ઘેરામાં ઉભા કરી દીધા છે. ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાએ વર્ષા રાઉત પર નિશાન સાધતા કહ્યું કે, EDએ તેમને 5 જાન્યુઆરીએ બોલાવ્યા હતા. ભલે તેઓ એક દિવસ પહેલા પૂછપરછ માટે પહોંચી ગયા, પરંતુ સમન્સ અનુસાર તેમને 5 તારીખે પણ ઈડી ઓફિસ પહોંચવું પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube