દિલ્હી-મેરઠ RRTS પ્રોજેક્ટ: કોંગ્રેસે કહ્યું- ચીનનું સન્માન અને કિસાનોનું અપમાન, નહીં ભૂલે હિન્દુસ્તાન
દિલ્હી મેરઠ આરઆરટીએસ પ્રોજેક્ટ અંતર્ગત ભૂમિગત માર્ગના નિર્માણનો ઠેકો ચીની કંપનીને આપવા પર કોંગ્રેસે NCRTC અને સરકાર પર પ્રહાર કર્યો છે. પાર્ટીએ ટ્વીટ કરી કહ્યું કે, ઘુસણખોર ચીનને પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને પોલીસનો લાઠીચાર્જ
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી મેરઠ આરઆરટીએસ પ્રોજેક્ટ અંતર્ગત ભૂમિગત માર્ગના નિર્માણનો ઠેકો ચીની કંપનીને આપવા પર કોંગ્રેસે NCRTC અને સરકાર પર પ્રહાર કર્યો છે. પાર્ટીએ ટ્વીટ કરી કહ્યું કે, ઘુસણખોર ચીનને પ્રોજેક્ટ આપવામાં આવી રહ્યો છે અને ખેડૂતોને પોલીસનો લાઠીચાર્જ, કોંગ્રેસે ટ્વીટમાં લખ્યું, ચીનનું સન્માન, કિસાનોનું અપમાન, નહીં ભૂલે હિન્દુસ્તાન.
કોંગ્રેસે ટ્વીટની સાથે એક ટેમ્પલેટ શેર કર્યો છે જેમાં એક તરફ દિલ્હી-મેરઠ રેપિડ રેલવે પ્રોજેક્ટની તસ્વીર છે તો બીજી તરફ હરિયાણામાં આંદોલન કરી રહેલા ખેડૂતો પર પોલીસ લાઠીચાર્જની તસવીર છે. તેમાં લખ્યું છે કે, ઘૂસણખોર ચીનને મળ્યો દિલ્હી-મેરઠ રેપિડ રેલવે પ્રોજેક્ટ, ખેડૂતો પર હરિયાણા પોલીસની બર્બરતા, લાઠીચાર્જની સાથે ટિયર ગેસના સેલ પણ છોડ્યા. ચીનનું સન્માન, કિસાનોનું અપમાન, નહીં ભૂલે હિન્દુસ્તાન.
આ પણ વાંચો:- Farmers Protest: ખેડૂત અને સરકાર વચ્ચેની બેઠક ફરી નિષ્ફળ, 8 જાન્યુઆરીએ થશે ફરી એકવાર બેઠક
चीन का सम्मान, किसानों का अपमान।
नहीं भूलेगा हिंदुस्तान।।#ChinawadiModiSarkar pic.twitter.com/m1jYo2dhZI
— Congress (@INCIndia) January 4, 2021
ઉલ્લેખનીય છે કે, સરહદ પર આક્રામક વલણ દેખાડનાર ચીનની એક કંપનીને દિલ્હી-મેરઠ આરઆરટીએસ (RRTS) યોજનામાં પ્રોજેક્ટ મળવા પર વિવાદ થયો છે. વંદેભારત અને હાઇ વે પ્રોજેક્ટ જેવી યોજનાઓથી ચીની કંપનીઓને બહાર કરવામાં આવી હતી પરંતુ રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ પરિવહન નિગમ (NCRTC)એ દિલ્હી-મેરઠ આરઆરટીએસ યોજના અંતર્ગત ન્યૂ અશોક નગરથી સાહિબાબાદ સુધી 5.6 કિલોમીટરના ભૂમિગત માર્ગના નિર્માણ કરવાનું કામ ચીની કંપની શંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કંપની લિમિટેડને આપ્યો છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના ભાગીદાર સંગઠન સ્વદેશી જાગરણ મંચે પણ ચીની કંપનીની બોલી રદ કરવાની માંગ કરી છે.
આ પણ વાંચો:- કોરોના વેક્સીન લેવાનો ઇનકાર કરી રહ્યા છે ફ્રન્ટ લાઇન વર્કર્સ, સામે આવ્યા ચોંકાવનારા આંકડા
બીજી તરફ, સરકાર દલીલ કરે છે કે દેશની પ્રથમ પ્રાદેશિક રેપિડ રેલ્વે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ (આરઆરટીએસ) લાગુ કરતી એનસીઆરટીસીએ કહ્યું હતું કે કરાર આપવામાં આવેલી પ્રક્રિયા અને માર્ગદર્શિકા મુજબ આપવામાં આવ્યો છે. પરંતુ છેલ્લા કેટલાક મહિનાઓથી સરહદ પર તનાવના કારણે દેશમાં ચીની ચીજો અને ચીની કંપનીઓના બહિષ્કારની માંગ ઉભી થઈ રહી છે. આવી સ્થિતિમાં ચીની કંપનીને 1000 કરોડના કરારને કારણે રાજકીય વાવાઝોડું સર્જાયું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે