Things that Bring Good luck: વાસ્તુ શાસ્રમાં કહેવામાં આવ્યું છે કે ઘરનો સામાન લેતાં યોગ્ય દિશાનું ધ્યાન જરૂર રાખો. તેનાથી ઘરમાં બરકત આવે છે અને ધન પ્રાપ્તિનો માર્ગ ખુલે છે પરંતુ કેટલાક લોકો લાખ પ્રયત્ન કરે તેમછતાં પણ તેમના ખિસ્સામાં પૈસા ટકતા નથી. દિવસ રાત મહેનત કરે છતાં પૈસા હાથમાં બચતા નથી અથવા ઘરના પૈસા પણ બહાર ખર્ચ થઇ જાય છે. આવી સમસ્યાઓથી તમે પણ પરેશાન છો તો તમારા માટે વાસ્તુમાં કેટલીક ટીપ્સ આપવામાં આવી છે. ધન અને સુખ માટે કેટલાક વિશેષ પ્રકારની મૂર્તિઓનો ઉલ્લેખ વાસ્તુ શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે જેણે ઘરમાં લાવવાથી વાતાવરણમાં સારા ફેરફાર જોવા મળે છે.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હાથની મૂર્તિ લાવશે સુખ-સમૃદ્ધિ
જો ઘરની શાંતિ ક્યાંય ખોવાઇ ગઇ છે અને પૈસાને લઇને ઘરમાં દરરોજ કંકાશ થઇ રહ્યો છે તો ઘરમાં ચાંદી અથવા પીતળની મૂર્તિ લઇને આવો, આ ઘરના રાહુ દોષ સાથે જોડાયેલી સમસ્યાને પણ દૂર કરશે. તમને જણાવી દઇએ કે વાસ્તુ શાસ્ત્રમાં હાથીને ઐશ્વર્યનું પ્રતિક માનવામાં આવે છે. તેને ઘરમાં લાવવાથી માતા લક્ષ્મીનો ઘરમાં વાસ થાય છે. 

Earn Money: એકસ્ટ્રા ઇનકમ માટે કરો આ બિઝનેસ, થશે લાખોનો ફાયદો, દરેક ઘરમાં છે ડિમાન્ડ


કાચબો કરશે સમસ્યાઓનું સમાધાન
હિંદુ ધર્મમાં કાચબાને ખૂબ જ શુભ ગણવામાં આવે છે. કાચબાને ભગવાન વિષ્ણુ સાથે જોડીને જોવામાં આવે છે. વાસ્તુ શાસ્ત્રના અનુસાર જ્યારે પણ કાચબાની મૂર્તિ ઘર લાવો, ત્યારે તેને પૂર્વ અથવા ઉત્તર દિશામાં સ્થાપિત કરો. તેને તમે ઘરના ડ્રોઇંગ રૂમમાં પણ રાખી શકો છો. જ્યારે પણ કોઇ કાચબાની મૂર્તિ તમે ઘરે લાવો ત્યારે યાદ રહે તે કોઇ ધાતુમાંથી બનેલી હોવી જોઇએ. તેનાથી ઘરમાં બરકત થશે અને ઘરમાં શાંતિ આવશે. 

Baba Vanga Predictions: દુનિયાનો અંત થવાને બાકી રહ્યા છે આટલા વર્ષ? બાબા વેંગાની આ ભવિષ્યવાણીઓ 2022 માં સાચી પડી


માછલીથી આવશે ઉર્જા
હિંદુ ધર્મમાં માછલીને વિકાસ સાથે જોડીને જોવામાં આવે છે. વાસ્તુના જાણકાર કહે છે કે ઘરમાં ચાંદીની માછલી અથવા પીતળની માછલી જરૂર રાખો. તેને ઘર લાવતી વખતે બસ આ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ માછલીને ઘર લાવો તેને ઘરની ઉત્તર-પૂર્વ દિશામાં જ રાખો. તેનાથી ઘરમાં આવકના સાધન બનશે અને ઘરની ખુશીઓમાં અપાર વૃદ્ધિ થશે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ પર આધારિત છે. Zee News તેની પુષ્ટિ કરતું નથી.)