નવી દિલ્હી: વાસ્તુ શાસ્ત્ર (Vastu Shastra) માત્ર યોગ્ય દિશાનું જ્ઞાન જ નહીં આપતું, પરંતુ કઈ વસ્તુને કઈ દિશામાં અને કેવી રીતે રાખવી જોઇએ જેથી ઘરમાં પોઝિટિવ એનર્જી (Positive energy) રહે, તે વિશે પણ જણાવે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્રનું માનીએ તો કેટલીક વસ્તુઓ એવી પણ છે જો ઘરમાં હાજર હોય તો તેના કારણે વાસ્તુ દોષ (Vastu dosh) થઈ શકે છે અને જીવનમાં ઘણી સમસ્યાઓ આવી શકે છે. આજે અમે તમને આવી જ કેટલીક બાબતો વિશે જણાવી રહ્યા છીએ જે જો ઘરે હોય તો તેનાથી નકારાત્મક એનર્જી (Negative energy) વધે છે અને પરિવારના સભ્યો શારિરીક અને માનસિક રીતે બીમાર થઈ શકે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરમાં ભૂલથી પણ ના રાખશો આ વસ્તુઓ
1. ખંડિત મૂર્તિ- હિન્દુ ધર્મમાં ખંડિત મૂર્તિની (Broken idol) પૂજા કરવી અશુભ માનવામાં આવે છે, તેથી ખંડિત મૂર્તિને ઘરમાં રાખવી પણ યોગ્ય નથી. મૂર્તિઓથી ઘરની વાસ્તુ દોષ ઉદ્ભવે છે જેનો પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય ઉપર ખરાબ પ્રભાવ પડે છે. તેથી, જો કોઈ દેવતાની મૂર્તિ ખંડિત હોય અથવા તસવીર ખરાબ થઈ જાય તો તરત જ તેને ઘરની બહાર મુકી દો. પરંતુ ભગવાનની આવી મૂર્તિ અથવા ચિત્રને ક્યાંય ફેંકી દો નહીં, તેને વહેતા પાણીમાં વિસર્જન કરી દો અથવા તેને જમીનમાં દબાવી દો.


આ પણ વાંચો:- કોર્ટમાં ધ્રૂજતા હાથે વનરાજે કાગળ પર કરી સહી, અનુપમાએ પાછી આપી મોટી નિશાની


2. જૂનું અખબાર- તમે ઘણા લોકોને જોયા હશે કે તેઓ ઘરમાં જુના અખબારો (Old newspaper) અથવા જુના પુસ્તકો રાખે છે. વાસ્તુ શાસ્ત્ર મુજબ આવી વસ્તુઓથી ઘરમાં નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે, જેનાથી પરિવારના સ્વાસ્થ્ય ઉપર ખરાબ અસર પડે છે. તેથી દર અઠવાડિયે અથવા દર મહિને પસ્તીમાં જૂના અખબારો વેચવાનો પ્રયાસ કરો. જુના પુસ્તકોને કોઈને દાન કરો અથવા તો તેમને કવર કરો અને તેને યોગ્ય રાખો.


આ પણ વાંચો:- Shiv Avtar: માત્ર વિષ્ણુએ જ નહીં, ભગવાન શિવે પણ લીધાં હતા અવતાર, જાણો મહાદેવના 19 અવતાર વિશેની કથા


3. તૂટેલા સામાન- ખરાબ થયેલી અથવા તૂટેલી બધી વસ્તુઓ (Broken things) નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે. તો કાં આવી વસ્તુઓ ઠીક કરો અથવા તરત જ તેને ઘરની બહાર કાઢો. જો રસોડામાં પણ કોઈ વાસણ તૂટી ગયું હોય તો તેનો ઉપયોગ ન કરો નહીં તો પરિવારના સભ્યોને સ્વાસ્થ્ય સમસ્યા હોઈ શકે છે.


આ પણ વાંચો:- અહીં થાય છે મૃતકો સાથે લગ્ન! Photos જોઈને તમે પણ ચોંકી જશો, સરકાર પોતે આપે છે મંજૂરી


4. સુકા છોડ- આ દિવસોમાં ઇન્ડોર છોડ (Indoor plants) વાવવાનો ટ્રેન્ડ નોંધપાત્ર રીતે વધ્યો છે. પરંતુ ઘરની અંદર કાંટાવાળા છોડ (Thorny plants) ક્યારેય ન લગાવો અને સાથે જ જો ઘરમાં રાખેલ કોઈપણ છોડ સુકાઈ જાય છે તો તરત જ તેને કાઢી નાખો. સુકા કે કાંટાવાળા છોડને ઘરમાં રાખવાથી પરિવારના વૃદ્ધ સભ્યોની તબિયત ખરાબ થઈ શકે છે.


(નોંધ: આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય માહિતી અને ધારણાઓ પર આધારિત છે. ZEE News આની પુષ્ટિ આપતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube