અહીં થાય છે મૃતકો સાથે લગ્ન! Photos જોઈને તમે પણ ચોંકી જશો, સરકાર પોતે આપે છે મંજૂરી
નવી દિલ્લીઃ શું તમે ક્યારેય વિચાર્યું છેકે, કોઈનું મૃત્યુ થઈ જાય તો એની સાથે કોઈ કઈ રીતે લગ્ન કરી શકે છે? આ વાત કોઈ રીતે ગળે ઉતરે એવી નથી. પણ દુનિયામાં આવા વિચિત્ર કિસ્સાઓ પણ સંભવ છે. આ તસવીરો તેનો દેખિતો પુરાવો છે.
મૃતકો સાથે લગ્ન માટે નથી હોતી કોઈ રોક-ટોક
જી હાં, ફ્રાંસમાં આવા લગ્નો માટે કોઈ રોક-ટોક નથી હોતી. અને ત્યાં મૃતકો સાથે લગ્ન કરવાની મંજૂર પણ આપી દેવામાં આવે છે. જોકે, એવું કરવા પાછળ તમારી પાસે કોઈ મોટું કારણ હોવું જોઈએ. અને મૃતકો સાથે લગ્ન કરવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી પણ લેવી પડે છે.
મૃતક સાથે લગ્ન માટે લેવી પડે છે મંજૂરી
ફ્રાંસના કાયદા અંતર્ગત, 1950 ના દશકમાં પસાર થયેલાં એક કાયદા અનુસાર ફ્રાંસના લોકોને કાયદાકીય રીતે પોતાના મૃત મંગેતર સાથે લગ્ન કરવાની પરવાની આપવામાં આવે છે. મરણોપરાંત વિવાહ માટે ઈચ્છુક વ્યક્તિએ તેના માટે દેશના રાષ્ટ્રપતિ પાસે અનુમતિ લેવી પડે છે.
મૃતક મંગેતરની તસવીર સાથે કરા છે લગ્નની વિધિ
લગ્નના સમારોહ દરમ્યાન મૃતક મંગેતરની તસવીરની બાજુમાં ઉભા રહીને રિત-રિવાજ પુરા કરવામાં આવે છે. એટલું જ નહીં એ દરમ્યાન 'જ્યાં સુધી મોત આપણને અલગ નથી કરી દેતી' (until death do us part) આવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવતો નથી.
ઘણાં બધા નિયમોનું કરવું પડે છે પાલન
મૃતક સાથે લગ્ન કરવા ઈચ્છુક વ્યક્તિએ ઘણાં બધા કાયદાકીય નિયમોનું પાલન કરવું પડે છે. રાષ્ટ્રપતિ પાસેથી મંજૂરી મળ્યા બાદ આ કાયદો કોઈપણ વિરાસત કે મિલકતને જીવિત સાથી દ્વારા પ્રાપ્ત કરવાની અનુમતિ નથી આપતો. કારણકે, એવું માનવામાં આવે છેકે, તેમની વચ્ચે કોઈપણ પ્રકારની વિવાહિક સંપત્તિ હયાત નહોંતી.
મૃતક સાથે લગ્ન માટે સરકારને દર વર્ષે મળે છે હજારો અરજીઓ
મૃત્યુ પામેલાં લોકો સાથે લગ્ન કરવાની અહીં એક પ્રકારની જાણે પરંપરા ઉભી થઈ ગઈ છે. જેને પગલે દર વર્ષે ફ્રાંસની સરકારને મૃતક સાથે લગ્ન કરવા ઈચ્છકા હજારો લોકો અરજી મોકલે છે. જેમાંથી કેટલાંક કિસ્સામાં આવી અરજીઓ વાસ્તવિકરૂપથી સન્માનિત હોય છે. પણ આવા કિસ્સામાં માત્ર એવી અરજીઓને જ મંજૂરી આપવામાં આવે છે જે પુરી રીતે કાયદાના પાલન સાથેની અને સંવિધાનિક હોય.
Trending Photos