Vastu Tips For Tijori: વાસ્તુ શાસ્ત્રના અનુસાર જો ધનને યોગ્ય જગ્યાએ અને સાચી દિશામાં રાખવામાં ન આવે, તો આ ધન હાનિ અને વધુ ખર્ચોનું કારણ બની શકે છે. વાસ્તુ શાસ્ત્રમાં દરેક વસ્તુને એક નિશ્વિત જગ્યા પર રાખવાની સલાહ આપવામાં આવી છે. દરેક દિશાનું પોતાનું વિશેષ મહત્વ છે. અને કોઇપણ વસ્તુને જો યોગ્ય રીતે ન રાખવામાં ન આવે, તો તેના નકારાત્મક અથવા વિપરીત પરિણામ જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાસ્તુશાસ્ત્રમાં ધનને લઇને પણ ઘણા પ્રકારની વાતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એવું માનવામાં આવે છે કે જો ધન અથવા તિજોરીને યોગ્ય દિશામાં રાખવામાં ન આવે, તો વ્યક્તિને ઘણા ઘણા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. વ્યક્તિની આર્થિક સ્થિતિ ખરાબ થવા લાગી છે, ઘરમાં બરકત થતી નથી અને ઘણીવાર વ્યક્તિ દેવામાં ડૂબી જાય છે. આવો જાણીએ વાસ્તુના અનુસાર ધનને અથવા તિજોરી કઇ દિશામાં ભૂલથી પણ રાખવી ન જોઇએ. 

TMKOC: મળી ગયા નવા 'તારક મહેતા'


આ દિશામાં ભૂલથી પણ ન રાખો ધન
ઘરમાં એવી ઘણી દિશા હોય છે, જ્યાં ધન રાખવાથી ધનહાનિ થવા લાગી છે. તેમાંથી એક દિશા છે દક્ષિણ-પૂર્ણ દિશા. તેને ઘરનો અગ્નિ ખૂણો કહેવામાં આવે છે. આ જગ્યા પર ધન રાખવાથી ખર્ચમાં વધારો થાય છે. સાથે જ આવકના સાધનો પર નકારાત્મક પ્રભાવ પડે છે. તો બીજી તરફ વ્યક્તિ પર દેવું વધવા લાગે છે. સુખ ચેન ખરાબ થઇ જાય છે. 


તો બીજી તરફ ઘરની પશ્વિમ દિશા પણ ધનના મામલે અશુભ ગણવામાં આવે છે. એવી માન્યતા છે કે ઘરની પશ્વિમ દિશામાં જો કોઇ ધન અથવા આભૂષણ રાખે છે, તો તેનાથી ધન હાનિ થવા લાગે છે. સાથે પરિવારના સભ્યોને ધન પ્રાપ્તિમાં કઠિનાઇનો સામનો કરવો પડે છે. 


ઘરની પશ્વિમ અને ઉત્તર દિશામાં પણ તિજોરી અથવા ધન રાખવાની ના પાડવામાં આવે છે. તેને ઘરનો વાયવ્ય ખૂણો કહેવામાં આવે છે. અહીં તિજોરી રાખનાર વ્યક્તિ માટે ઘણા પ્રકારની મુશ્કેલીઓ પેદા કરી શકે છે. એવું માનવામાં આવે છે કે ઘરમાં આ દિશામાં ધન રાખવાથી ખર્ચ વધે છે અને આવક ઓછી થઇ જાય છે. સાથે જ વ્યક્તિનું દેવું વધતું જાય છે. 

Lucky Girls: આવી આંગળીઓવાળી છોકરીઓ હોય છે એકદઅમ લકી, ચમકાવી દેશે પતિનું ભાગ્ય!


આ દિશામાં રાખો તિજોરી
વાસ્તુ શાસ્ત્રના અનુસાર ઘરની તિજોરી, પૈસા અથવા આભૂષણ રાખવા માટે ઘરની ઉત્તર દિશાને ઉત્તમ ગણવામાં આવે છે. આ દિશામાં કુબેર દેવનો વાસ થાય છે. સાથે જ આ દિશામાં પૈસા રાખવાથી તેમાં વૃદ્ધિ થાય છે. સાથે જ ઘરમાં બરકત જળવાઇ રહે છે. 


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર અધારિત છે. ZEE NEWS તેની પુષ્ટિ કરતું નથી.)