દેશમાં અહીંયા બની રહ્યું છે રામ મંદિરથી પણ મોટું મંદિર, અમેરિકાના દિગ્ગજ બિઝનેસમેને આપ્યું કરોડો રૂપિયાનું દાન
World Largest Temple:આ મંદિર અયોધ્યામાં બની રહેલ રામ મંદિરથી પણ વધારે છે. આટલું જ નહીં કંબોડિયામાં આવેલ દુનિયાના સૌથી મોટા હિંદુ મંદિરથી પણ વધારે મોટું છે...
World Largest Temple: શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોટું મંદિર ક્યાં બની રહ્યું છે? આ મંદિર અયોધ્યામાં બની રહેલ રામ મંદિરથી પણ વધારે છે. આટલું જ નહીં કંબોડિયામાં આવેલ દુનિયાના સૌથી મોટા હિંદુ મંદિરથી પણ વધારે મોટું છે. આ કયુ મંદિર છે અને ક્યાં બની રહ્યું છે ચાલો તમને જણાવીએ. આ મંદિર બની રહ્યું છે પશ્વિમ બંગાળના નાદિયા જિલ્લાના માયાપુરમાં.
આ પણ વાંચો:
શું તમે ઘરની નબળી આર્થિક સ્થિતિને કારણે પરેશાન છો? તો અજમાવો શુક્રવારના 5 અચૂક ટોટકા
હોલીકા દહન કરવાનું હોય તે દિવસે ન કરવા આ કામ, નહીં તો જીંદગી આખી કરવો પડશે અફસોસ
હોલિકા દહનની રાખના આ ટોટકા દૂર કરશે દુર્ભાગ્ય, માતા લક્ષ્મીનો ઘરમાં થશે વાસ
મંદિર વિશે જાણો:
માયાપુરમાં બની રહેલ આ વૈદિક મંદિર પરિસર 18 લાખ સ્ક્વેર મીટરમાં ફેલાયેલો છે. આ મંદિર દુનિયાનું સૌથી મોટું મંદિર છે. કંબોડિયામાં આવેલ દુનિયાના સૌથી મોટા હિંદુ મંદિર 16 લાખ સ્ક્વેર મીટરમાં છે. માયાપુરમાં બની રહેલ દુનિયાનું સૌથી મંદિર વર્ષ 2024માં બનીને તૈયાર થશે. આ મંદિરનું નિર્માણ 2009થી થઈ રહ્યું છે. એટલે છેલ્લા 14 વર્ષથી આ મંદિર બની રહ્યું છે.
મંદિરમાં 1 લાખ લોકો આરામથી ફરી શકે છે. મંદિરનો ખર્ચ 1000 કરોડ રૂપિયા આવશે. મંદિરની ઉંચાઈ 113 મીટર અને પહોળાઈ 65,032 સ્ક્વેર મીટર છે. ભગવાન કૃષ્ણને સમર્પિત આ મંદિર બધા ધર્મના લોકો માટે ખુલ્લું રહેશે. જે વર્ષભર આયોજિત થનારા અનુષ્ઠાન અને કીર્તનમાં ભાગ લઈ શકે છે.
આગામી વર્ષથી આ મંદિરની ઓળખ દુનિયાના સૌથી મોટા મંદિર તરીકે થશે. ત્રણ શિખર તેના આકર્ષણનું કેન્દ્ર છે. આ શિખરો પર સોનાનું કોટિંગ કરવામાં આવ્યું છે. મંદિરના શિખર પર પહોંચવામ માટે 14 લિફ્ટ લગાવવામાં આવી છે. આ ભવ્ય મંદિરના ચેરમેન અમેરિકાના દિગ્ગજ બિઝનેસમેન અને ફોર્ડ કંપનીના માલિક આલ્ફ્રેડ ફોર્ડ છે. તેમણે મંદિરના નિર્માણ માટે 250 કરોડ રૂપિયા દાન કર્યુ છે.