અમદાવાદ :રાજસ્થાન (Rajasthan) રાજ્યમાં જનજાતિ અંચલ કહેવાતા બાંસવાડા (banswara) જિલ્લામાં આદિવાસી સમાજમાં અંદર એક એવુ અભિયાન ચાલી રહ્યું છે, જેને કારણે સમાજ આજે મુખ્ય ધારા પર આવી રહ્યો છે. આ અભિયાન (campaign) નું એક જ કામ છે કે, સમાજના લોકોને દારૂ (Liquor ban) પીતા રોકે છે. તથા સમાજને શાકાહારી (vegeterian) બનવા તરફ લઈ જઈ રહ્યાં છે. અહીં ઘરની બહાર લગાવેલ ધ્વજ ઈશારો આપે છે કે, આ પરિવાર શાકાહારી છે.


દીવ ફરવા જનારા 1% પ્રવાસી પણ નથી જાણતા આ મહત્વની બાબત, ફેમસ જલંધર બીચ સાથે છે કનેક્શન


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જી હા, જિલ્લાના કોઈ પણ ગામમાં, જ્યાં આદિવાસી સમાજનું ઘર છે, તે ઘરની બહાર ધાર્મિક ઝંડો લગાવેલો જોવા મળે તો સમજી લેવું કે આ ઘરમા ન તો દારૂ પીવાય છે, ન તો અહીં કોઈ પણ વ્યક્તિ માંસાહારનું સેવન કરે છે. 


ભેજવાળી મગફળીને લઈને ટેન્શનમાં આવેલા ખેડૂતો માટે રાજ્ય સરકારે કરી મોટી જાહેરાત


એટલું જ નહિ, આ પરિવારો પોતાના સંતાનોના લગ્ન પણ શાકાહારી પરિવારમા જ કરાવે છે. આવા પરિવારોને અહીં ભગત પરિવાર કહેવામાં આવે છે. બાંસવાડા જિલ્લામાં દારૂના નશામાં ધૂત થઈને અનેક લોકો ગુના આચરતા હતા અને સમાજ મુખ્ય ધારાથી પછાત રહી જતો હતો. પરંતુ ગોવિંદ ગુરુ મહારાજ, માવજી મહારાજ અને મામા બાલેશ્વર દયાળ મહારાજે એક અનોખું અભિયાન શરૂ કરાવ્યું અને આદિવાસી સમાજને ભક્તિભાવથી જોડી દીધું. તેઓના જુવાનજોધ દીકરાઓને દારૂ અને માંસાહારથી દૂર રાખ્યા. 


લગ્ન બાદ દીપિકાએ પત્ની જેવા તેવર બતાવ્યા, રણવીરને બતાવી કાતર... Video 


જ્યારે આ સંતોએ આ અભિયાન શૂર કર્યું હતું, ત્યારે ગણતરીના પરિવારો અભિયાન સાથે જોડાયા હતા. પણ હવે હજારો પરિવાર ભગત બની ગયા છે અને તેમના ઘરમાં શાકાહારી ભોજન બને છે. આ અભિયાનથી સમાજમાં થઈ રહેલા ગુનાઓમાં ઘટાડો થયો છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube