દહેરાદૂન: ઋષિકેશનો લક્ષ્મણ ઝૂલો શનિવારે મોડી રાથી વાહનોની અવરજવર માટે બંધ કરી દેવાયો છે. હવે આ જૂના પુલ પર ફક્ત પગપાળા જઈ શકાશે. શાસને આ પુલ પર વાહનોની અવરજવર બંધ કરવાનો નિર્ણય શનિવારે મોડી રાતે લીધો. જો કે લક્ષ્મણ ઝૂલા બંધ કરવાના નિર્ણયનો ઋષિકેશના વેપારીઓ વિરોધ કરી રહ્યાં છે. આ વિરોધના પગલે હવે દ્વિચક્કી વાહનો માટે પુલને બંધ કરાયો છે. આ પુલ ઋષિકેશને સ્વર્ગાશ્રમ સાથે જોડે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કર્ણાટક સંકટમાં નવો વળાંક, કોંગ્રેસના બે બળવાખોર ધારાસભ્યો રાજીનામું પાછું ખેંચવા તૈયાર


ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્ર રાવતે શનિવારે કહ્યું કે પવિત્ર શહેર ઋષિકેશના ગંગા નદી પર આવેલા પ્રતિષ્ઠિત લક્ષ્મણ ઝૂલા પુલ પાસે એક નવા પુલનું નિર્માણ કરવામાં આવશે. રાજ્ય સરકારે શુક્રવારે વર્ષ 1920માં બનેલા પ્રતિષ્ઠિત લક્ષ્મણ ઝૂલા પુલને સુરક્ષા કારણોસર બંધ કરવાનો નિર્ણય લીધો. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...