Shukra Gochar 2022: જ્યોતિષમાં શુક્રને પ્રેમ રોમાન્સ, સુખ સુવિધા, વૈભવ, વૈવાહિક સુખ, સૌંદર્ય, કળાનો ગ્રહ માનવામાં આવ્યો છે. જો કુંડળીમાં શુક્ર ગ્રહ મજબૂત હોય તો જાતક લક્ઝરી લાઈફ જીવવાનું પસંદ કરે છે. તેની લવ લાઈફ પણ સારી રહે છે. શુક્રનું ગોચર કે તેની સ્થિતિમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન તમામ રાશિના જાતકોના જીવન પર વધતી ઓછી અસર તો  કરે જ છે. એકવાર ફરીથી શુક્ર ગ્રહ રાશિ પરિવર્તન કરી રહ્યો છે. 7 ઓગસ્ટ 2022ની સવારે લગભગ 5 વાગે શુક્ર ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ રાશિમાં તે 31 ઓગસ્ટ સુધી રહેશે અને ત્યારબાદ શુક્ર સિંહ રાશિમાં પ્રવેશ કરશે. શુક્રનું કર્કમાં ગોચર કઈ પાંચ રાશિના જાતકો માટે ફાયદાકારક છે તે ખાસ જાણો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શુક્રનું કર્કમાં ગોચર આ રાશિના જાતકોને ભરપૂર ફાયદો કરાવશે


મેષ: મેષ રાશિના જાતકો માટે શુક્રનું ગોચર શુભ રહેશે. તેમને કરિયરમાં ખુબ ફાયદો થવાના યોગ છે. પ્રમોશન, વેતનમાં વધારો થવાના યોગ છે. આ ઉપરાંત તમારા કામના વખાણ તમારા ઉત્સાહને બમણો કરશે. 


વૃષભ: શુક્રનું ગોચર વૃષભ રાશિના જાતકો માટે મોટી ભેટ લઈને આવી શકે છે. તેમને નવી જોબ ઓફર મળશે. જે લોકો નોકરી બદલવાના ન હોય તેમને પ્રમોશન મળે તેવી ભરપૂર શક્યતાઓ છે. વેપારીઓનું કામ વધશે. આવક વધશે. લગ્નજીવન ખુશખુશાલ રહેશે. 


મિથુન: મિથુન રાશિના જાતકોને શુક્રનું રાશિ પરિવર્તન મોટો ફાયદો કરાવે તેમ છે. તેમના માટે આ સમય ખાસ કરીને પ્રેમ મામલે સારો રહેશે. પાર્ટનર મળી શકે છે. લગ્ન પણ નક્કી થઈ શકે છે. કામનું શુભ ફળ મળશે. 


કન્યા: કન્યા રાશિના જાતકોને શુક્રની સ્થિતિનું પરિવર્તન અનેક ખુશીઓ અપાવશે. તેમને કામમાં સફળતા મળશે. જીવનમાં સુખ સુવિધાઓ વધશે. ઘર-ગાડી ખરીદી શકો છો. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધશે. 


તુલા: તુલા રાશિના જાતકોને શુક્રનું રાશિ પરિવર્તન કરિયરમાં સારી એવી પ્રગતિ કરાવશે. તેમના કામના વખાણ થશે અને તેમને તેમના કામ બદલ પ્રમોશન-ઈન્ક્રિમેન્ટ પણ મળી શકે છે. નવી નોકરીની પણ સંભાવના છે. 


(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube