કોરોનાકાળમાં શુક્રનો મિથુનમાં પ્રવેશ, અનેક રાશિમાં સર્જાશે મોટી ઉથલપાથલ
ગુરુ બાદ સૌરમંડળમાં શુક્રનો નંબર આવે છે. તેને નરી આંખે પણ સરળતાથી જોઈ શકાય છે. શુક્ર આપણા જીવનમાં સ્ત્રી, વાહન અને ધન સુખને પ્રભાવિત કરે છે. તેથી શુક્રનું રાશિ પરિવર્તન કરવું જ્યોતિષ શાસ્ત્રની નજરે મહત્વનું ગણાય છે. કલા, સૌંદર્યના કારક ગ્રહ શુક્રનું ગોચર 1 ઓગસ્ટ 2020ના રોજ 5 વાગીને 9 મિનીટ પર મિથુન રાશિમાં થયું છે. શુક્ર ગ્રહ 1 સપ્ટેમ્બરના રોજ રાત્રે 2 વાગીને 2 મિનીટે આ રાશિમાં સ્થિત રહેશે. શુક્રની આ સ્થિતિનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર અલગ અલગ રહેશે. મિથુન રાશિમાં પહેલાથી જ રાહુ વિદ્યમાન છે, શુક્ર રાશિ પરિવર્તનથી મિથુન રાશિમાં રાહુ-શુક્રની યુતિ બનશે, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ફેશન, ગીત-સંગીત, લલિત કલાઓ સંબંધિત વ્યક્તિઓ માટે હાનિકારક સાબિત થશે. શુક્રના રાશિ પરિવર્તનથી તમારી રાશિ પર શું પરિવર્તન આવશે તે જાણી લો. આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે.
ઝી મીડિયા/બ્યૂરો :ગુરુ બાદ સૌરમંડળમાં શુક્રનો નંબર આવે છે. તેને નરી આંખે પણ સરળતાથી જોઈ શકાય છે. શુક્ર આપણા જીવનમાં સ્ત્રી, વાહન અને ધન સુખને પ્રભાવિત કરે છે. તેથી શુક્રનું રાશિ પરિવર્તન કરવું જ્યોતિષ શાસ્ત્રની નજરે મહત્વનું ગણાય છે. કલા, સૌંદર્યના કારક ગ્રહ શુક્રનું ગોચર 1 ઓગસ્ટ 2020ના રોજ 5 વાગીને 9 મિનીટ પર મિથુન રાશિમાં થયું છે. શુક્ર ગ્રહ 1 સપ્ટેમ્બરના રોજ રાત્રે 2 વાગીને 2 મિનીટે આ રાશિમાં સ્થિત રહેશે. શુક્રની આ સ્થિતિનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર અલગ અલગ રહેશે. મિથુન રાશિમાં પહેલાથી જ રાહુ વિદ્યમાન છે, શુક્ર રાશિ પરિવર્તનથી મિથુન રાશિમાં રાહુ-શુક્રની યુતિ બનશે, જે ફિલ્મ ઈન્ડસ્ટ્રી, ફેશન, ગીત-સંગીત, લલિત કલાઓ સંબંધિત વ્યક્તિઓ માટે હાનિકારક સાબિત થશે. શુક્રના રાશિ પરિવર્તનથી તમારી રાશિ પર શું પરિવર્તન આવશે તે જાણી લો. આ રાશિફળ ચંદ્ર રાશિ પર આધારિત છે.
મેષ
જો તમે અભિનય, સંગીત વગેરેમાં રસ રાખો છો, તો આ દરમિયાન તમારે તમારી કલાને પ્રદર્શિત કરવાનો પૂરતો મોકો મળશે. આ સાથે જ તમે રચનાત્મક કાર્યને જ તમારા વ્યવસાયમાં બદલી શકો છો. પ્રેમ જીવનમાં સુધાર આવવાની પૂરતી શક્યતા છે. જો નવવિવાહિત છો, તો તમારા જીવનમાં કોઈ નવા મહેમાનની દસ્તક થવાની શક્યતા છે. સ્વાસ્થ્યના હેતુથી આ ગોચર તમારા માટે સારું છે.
વૃષભ
તમારા પરિવારના લોકો સાથે સમય વિતાવવાનું પસંદ કરશો. મોટાભાગની બચત કરવાનો પ્રયાસ કરો. આ સમયમાં વ્યાજ લેવા કે આપવાથી બચો. ખર્ચામાં વૃદ્ધિ થઈ શકે છે. જોકે, તેનાથી તમારી આર્થિક સ્થિતિ પર વધુ ફરક નહિ પડે. શુક્રનું આ ગોચર અનુકૂળતા માટે થયું છે.
મિથુન
શુક્ર ગ્રહનું ગોચર તમારા લગ્ન ભાવ એટલે કે પ્રથમ ભાવમાં થઈ રહ્યું છે. જે શિક્ષાના ક્ષેત્ર સાથે જોડાયેલ છે, તેઓને પણ શુભ પરિણામ મળશે. કંઈક નવુ શીખવા માટે આ સમયમાં તત્પર રહેશો. તમારા આ સમયની કિંમત સમજીને તમે આ દરમિયાન આગળ વધવાનું રાખશો. એલર્જી થવાની શક્યતા છે, તેથી એવી સ્થિતિ અન પદાર્થોથી દૂર રહેવુ જોઈએ.
કર્ક
વિદેશના વેપાર સાથે જોડાય છે અથવા વિદેશી કંપનીમાં કામ કરે છે તેવા લોકો માટે સારું રહેશએ. આ સમયમાં તમારે બહુ જ સમજી વિચારીને આગળ વધવાની જરૂર છે. જીવનસાથીની સાથે મૂંઝવણની સ્થિતિ બની રહેશે. સરકારી નોકરીથી સંબંધિત જાતકો માટે ટ્રાન્સફર એવી જગ્યાએ થઈ શકે છે, જ્યાં તેઓ જવાનું પસંદ ન કરે. સ્વાસ્થ્યને લઈને તમારે સાવધાન રહેવાની જરૂર છે. આંખોને સંબંધિત સમસ્યાઓ તકલીફ પેદા કરી શકે છે.
સિંહ
તમારે લાંબા સમયથી સફળતા મળી નથી, તો હવે તેના મળવાની પૂરતી શક્યતા છે. કાર્ય ક્ષેત્રમાં આ દરમિયાન સરાહના મળશે અને મહેનતનું સારું ફળ મળશે. ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાથી આ રાશિના જાતકોને ફાયદો થવાની શક્યતા છે. રોમાન્સની અધિકતા તમારામાં રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓ પોતાની પ્રતિભાને નિખારવાનો પ્રયાસ કરશે.
કન્યા
તમને તમારા કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. કોઈ નવો સામાન ખરીદવા ઈચ્છો છો તો આ સમય અનુકૂળ છે. ઘરના ઓફિસ માટે સારો માહોલને કારણે તમારે માનસિક શાંતિનો અનુભવ થશે. ફિલ્મ જગત સાથે જોડાયેલ લોકોને સફળતા મળશે. જે પણ પ્રોજેક્ટ સાથે તમે જોડાયેલા છે, તેના સફળ થવાની શક્યતા છે. આજે કરેલી મહેનત ભવિષ્યમાં ફુળ આપશે.
તુલા
વિદ્યાર્થી વર્ગના જાતક અનેક સફળતા મેળવશે. તમે તમારા જ્ઞાનને સતત વધારવાની દિશામાં અગ્રેસર રહેશો. લોકો પ્રેમ સંબંધમાં લગ્નના બંધનમાં બંધાવા માંગશે. તે પણ સફળ થશે. સ્વાસ્થયને લઈને સતર્ક રહેવાની જરૂર છે. પેટ સાથે જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે.
વૃશ્ચિક
લોકો તમારી વાતનો ખોટો મતલબ કાઢી રહ્યા છે. તેથી તમારી વાતને સ્પષ્ટતાની સાથે રાખો. વાણી પર આ દરમિયાન સંયમ નહિ રાખો તો, સંબંધો ખરાબ થશે. કોઈ સારું પ્રપોઝલ મળી શકે છે. આ ગોચર દરમિયાન સારું ફળ પ્રાપ્ત કરવા માંગો છો તો મહેનત ચાલુ રાખો. મનમાં શાંતિ બનાવી રાખો.
ધન
સામાજિક સ્તર પર તમે સારુ પ્રદર્શન કરી શકશો. મિત્રો કે ઓળખીતા લોકોને તમારાથી લાભ મળશે. દાંપત્ય જીવન સારું રહેશે. પરંતુ તમારા જીવનસાથીનું સ્વાસ્થય તમારી પરેશાની બની શકે છે. ભાગીદારીમાં વેપાર કરી રહ્ય છે તેઓને વેપારમાં ફાયદો મળવાની શક્યતા છે. તમારા વેપારને ફેલાવવા વિશે સારો વિચાર કરો.
મકર
પારિવારિક જીવનમાં આ દરમિયાન તમને તકલીફોનો સામનો કરવો પડી શકે છે. નાની નાની વાતોને લઈને ઘરમાં લોકો સાથે સમસ્યાઓ થઈ શકે છે. પરિણામોની પ્રાપ્તિ માટે બમણી મહેનત કરવી પડશે. તેથી આ દરમિયાન આળસને ત્યાગ કરીને આગળ વધતા રહો. તમારા વિરોધી પણ આ દરમિયાન સક્રિય થઈ જશે. તેમના દ્વારા કોઈ મોટું ષડયંત્ર રચાઈ શકે છે.
કુંભ
વિવાહિત લોકોને પોતાના સંતાનથી લાભની પ્રાપિત થશે. તમારા બાળકો કંઈ એવું કરી શકે છે, જેનાથી સમાજમાં તમારું માન સન્માન વધશે. જો તમારી માતા નોકરી કરે છે, તો તેઓને લાભ મળવાની શક્યતા છે. પ્રોપર્ટીના ખરીદ-વેચાણમાં ફાયદાની સ્થિતિ બની રહેશે. જો તમે કોઈને પ્રેમ કરો છો, અને પરિણીત છો, તો તમારા પાર્ટનરની સામે ખૂલીને તમારી વાત રાખો.
મીન
માનસિક રૂપથી તમે શાંત રહેશો. પરંતુ તમારી માતાના સ્વાસ્થયે લઈને પરેશાન રહેશો. કેટલીક તકલીફોનો સામનો કાર્ય ક્ષેત્રમાં કરવો પડી શકે છે. ખાંસી, શરદી જેવી નાની-મોટી તકલીફો તમને પરેશાન કરશે. આ સમયમાં તમારા ઠઁડા પદાર્થો ખાવાથી બચવું જોઈએ, નહિ તો સમસ્યા થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર