પત્રકાર હત્યા કેસ: ગુરમીત રામ રહીમ દોષિત જાહેર, સજાની જાહેરાત 17 જાન્યુઆરીએ કરાશે
હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમા પંચકૂલાની સીબીઆઈની વિશેષ કોર્ટે આજે ચુકાદો આપ્યો.
ચંડીગઢ: હરિયાણાના પત્રકાર રામચંદ્ર છત્રપતિ હત્યાકાંડમા પંચકૂલાની સીબીઆઈની વિશેષ કોર્ટે આજે ચુકાદો આપ્યો. જેમાં ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ રામ રહીમને દોષિત જાહેર કરવામાં આવ્યો છે. રામ રહીમને શું સજા થશે તેની જાહેરાત કોર્ટ 17 જાન્યુઆરીએ કરશે. આ મામલે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીત રામ રહીમ મુખ્ય આરોપી હતો. સુનાવણી શરૂ થઈ તે પહેલા જ પંચકૂલામાં સીબીઆઈની વિશેષ કોર્ટની સુરક્ષા વધારવામાં આવી હતી. કોર્ટ પરિસર અને આસપાસનો વિસ્તાર છાવણીમાં ફેરવાયો. દુષ્કર્મના કેસમાં સજા સંભળાવ્યાં બાદ થયેલી હિંસાને ધ્યાનમાં રાખીને આ વખતે એકદમ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. રામ રહીમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં રજુ કરાયો હતો.
દેશના વધુ સમચાારો વાંચવા માટે કરો ક્લિક...