નવી દિલ્હી: સંસદના શિયાળુ સત્ર શરૂ થતા પહેલા વિશ્વ હિન્દુ પરિષદ (વિહીપ)અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ માટે બિલ રજુ  કરવાની માંગણીને લઈને આજે વિશાળ રેલીનું આયોજન કરી રહી છે. વીએચપીએ  કહ્યું કે તેમને એવો વિશ્વાસ છે કે સંસદના આગામી સત્ર દરમિયાન બિલ રજુ કરવામાં આવશે જેનાથી અયોધ્યામાં રામ મંદિરના નિર્માણનો રસ્તો મોકળો થશે. હાલ આ ધર્મ સભાની શરૂઆત થઈ ગઈ છે અને હજારોની સંખ્યામાં લોકો હાજર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ધર્મસભામાં આરએસએસના સરકાર્યવાહ ભૈયાજી જોશી પણ સામેલ થયાં. તેમણે પોતાના ભાષણમાં કહ્યું કે રામ મંદિર નિર્માણથી જ ભવિષ્યનું રામ રાજ્ય નક્કી થશે. કોર્ટે પણ દેશની ભાવનાઓને સમજવું જોઈએ. દેશ રામ રાજ્ય ઈચ્છે છે. ભાવનાઓનું સન્માન થવું જોઈએ. અમે ભીખ નથી માંગતા. લોકોની ભાવનાઓનો સવાલ છે. કોર્ટેનું સન્માન કરતા રાહ જોઈએ.  કોર્ટની પ્રતિષ્ઠા જળવાવી જોઈએ. તેમણે હ્યું કે ભગવાન રામ ક્યાં સુધી અસ્થાયી ટેન્ટમાં રહેશે અને ભક્ત જોતા રહેશે. રામ મંદિર પર કાયદો બનાવવાની સરકાર પહેલ કરે. ભારત અને રામ મંદિરને ભવ્ય બનાવીશું. સત્તામાં બેઠેલા લોકો જનભાવનાને સમજે. 


વીએચપીના પ્રવક્તા વિનોદ બંસલે કહ્યું કે રવિવારે રામલીલા મેદાનમાં ધર્મ સભાને આરએસએસના કાર્યકારી પ્રમુખ સુરેશ ભૈય્યાજી જોશી સંબોધિત કરશે. આ એક વિશાળ રેલી હશે જે અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે બિલ લાવવાનું સમર્થન નહીં કરનારા તમામ લોકોના હ્રદય પરિવર્તન કરશે. 


દેશના વધુ સમચારો વાંચવા માટે અહીં ક્લિક કરો...