નવી દિલ્હી : રામાનંદ સાગરની રામાયણે (Ramayan) દર્શકોને લોકડાઉનમાં ખુબ જ મનોરંજન કર્યું. 80 દશકનાં ચર્ચિત ધારાવાહીક રામાયણ મુદ્દે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડૂએ (Venkaiah Naidu) ટ્વીટ કર્યું છે. ઉપરાષ્ટ્રપતિએ નવી પેઢીને દેશની સંસ્કૃતિ અને લોક પરંપરાથી પરિચિત કરાવવા માટે દુરદર્શનનો આભાર વ્યક્ત કર્યો છે. આ સાથે જ રામાયણ ધારાવાહિકનાં વર્લ્ડ રેકોર્ડ બનાવવા અંગે ખુશી વ્યક્ત કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

J&K હંદવાડમાં CRPF ની પેટ્રોલિંગ પાર્ટી પર આતંકવાદી હૂમલો, 3 જવાન શહીદ, 1 આતંકવાદી ઠાર

નાયડૂએ ટ્વિટમાં લખ્યું કે, ભારતીય મહાકાવ્યો પર આધારિત 80ના દાયકાના લોકપ્રિય ધારાવાહીકોનું દુરદર્શન પુન: પ્રસારણ સ્વાગત યોગ્ય તથા સરાહનીય પહેલ છે. નવી પેઢીને આપણી સમૃદ્ધ સાંસ્કૃતિક અને લોકપરંપરાથી પરિચિત કરાવવામાં દુરદર્શનનાં આ પ્રયાસોનું અભિનંદન કરુ છું.


કોંગ્રેસ રાજનીતિમાં પણ અસત્ય પર ઉતરી આવી, રેલવે મુદ્દે કરેલી ગંદી રાજનીતિનો પર્દાફાશ થયો

તેમણે આગળ લખ્યું કે, ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હરિ અનંદ હરિ કથા અનંતા. આ માહિતી પ્રસન્નતા થઇ કે દુરદર્શન દ્વારા ફરીથી પ્રસારિત કરવામાં આવેલા રામાયણે લોકપ્રિયતામાં વિશ્વ રેકોર્ડ સ્થાપ્યો છે, અને આ વિશ્વનો સૌથી વધારે જોનારા કાર્યક્રમ બની ગઇ છે રામાયણ.


અમે ક્યારે પણ શ્રમજીવીઓ પાસેથી ભાડુ વસુલવાની વાત નથી કરી: કેન્દ્ર સરકારની સ્પષ્ટતા

રામાનંદ સાગરની ઉત્તર રામાયણના અંતિમ એપિસોડ 2 મેનાં રોજ પ્રસારિત કરવામાં આવ્યું. ત્યાર બાદ ટ્વિટર પર આખો દિવસ રામાયણ ટ્રેન્ડ કરતું રહ્યું. અત્રે ઉળ્લેખનીય છે કે, રામાયણે હાલમાં જ ટીઆરપીના મુદ્દે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. રામાયણ ધારાવાહિક 16 એપ્રીલે 7.7 કરોડ લોકોએ જોયું હતું, જે સમગ્ર વિશ્વમાં અત્યાર સુધી સૌથી વધારે જોવાનારો શો બની ગયો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube