સંભલ: તેલંગણા (Telangana) ની 22 વર્ષની પશુ ચિકિત્સક યુવતી સાથે થયેલા સામૂહિક દુષ્કર્મ અને હત્યાના મામલે દેશભરમાં પ્રદર્શન થઈ રહ્યાં છે. આ બધા વચ્ચે ઉત્તર પ્રદેશના સંભલ (Sambhal rape case) જિલ્લામાં દુષ્કર્મ  બાદ જીવતી બાળી મૂકવામાં આવેલી પીડિત સગીરાએ આજે દિલ્હી (Delhi) માં સારવાર દરમિયાન દમ તોડ્યો. પોલીસના જણાવ્યાં મુજબ 9 દિવસ પહેલા પાડોશી યુવકે દુષ્કર્મ બાદ પીડિતા પર કેરોસીન છાંટીને આગ લગાવી હતી. પીડિતાને ગંભીર હાલતમાં દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં સારવાર દરમિયાન આજે તેનું મોત થયું. અત્રે જણાવવાનું કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ના ધ્યાનમાં આવતા તેમણે આ કેસની ગંભીરતાથી લીધો અને ત્યારબાદ પોલીસે ઘટનાના એક દિવસ બાદ જ આરોપીની ધરપકડ  કરી લીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હૈદરાબાદ: લેડી ડોક્ટરના ગેંગરેપ અને હત્યા કેસમાં 2 ડ્રાઈવર સહિત 4ની ધરપકડ, CCTV ફૂટેજથી પકડાયા


હકીકતમાં સંભલ (Sambhal) ના નખાસા પોલીસ સ્ટેશનની હદના સિરસીની એક સગીરા સાથે દુષ્કર્મ (Rape) બાદ તેને જીવતી બાળી મૂકવામાં આવી હતી. કિશોરીને દાઝેલી હાલતમાં જિલ્લા હોસ્પિટલ લઈ જવાઈ હતી જ્યાં કેસની ગંભીરતા જોતા તેને દિલ્હી રેફર કરાઈ હતી. આ બાજુ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના સીએમ યોગી આદિત્યનાથે ગંભીરતાથી લેતા પોલીસે આરોપીની ધરપકડ  કરી હતી. પોલીસના જણાવ્યાં મુજબ આરોપી વિરુદ્ધ સંબંધિત કલમોની સાથે સાથે એનએસએ હેઠળ પણ કાર્યવાહી થઈ રહી છે. 


હૈદરાબાદ: મહિલા ડોક્ટર પર ગેંગરેપ બાદ હત્યા મામલે તેલંગણાના મંત્રીજીનું વિવાદિત નિવેદન 


આ VIDEO પણ જુઓ...


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube