નવી દિલ્હી: ભારતના પરાક્રમના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. આ જાણકારી એક એવા દિવસે આવી છે, જ્યારે ભારતીય સૈના શૌર્ય પર્વ ઉજવી રહી છે. આજે કારગિલ વિજય દિવસ છે. આજના દિવસે 21 વર્ષ પહેલા એલઓસી પર ભારતે પાકિસ્તાનને કારગિલ યુદ્ધમાં હરાવ્યું હતું. આજે કારગિલ વિજય દિવસ પર સમાચાર મળી રહ્યા છે કે, એલએસી પર ભારતે ચીનને પાછા હટવા પર મજબૂર કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રાજસ્થાનમાં રાજકીય ઉથલપાથલ, ખુબ મનોમંથન બાદ CM ગેહલોતે લીધો મોટો નિર્ણય


દેશના પરાક્રમની ગૌરવ ગાથા
કારગિલ યુદ્ધ એલઓસી પર થયું હતું. જેમાં ભારતે પાકિસ્તાનની ઐતિહાસિક પરાજયનો ઇતિહાસ લખ્યો હતો. કારગિલ વિજય દિવસ પરની વર્ષગાંઠ પર ભારતીય સૈનાએ લાઇન ઓફ એક્ટએલએસી પર વિજયની નવી કહાની લખી છે. ચીનને લદાખમાં ત્રણ મોરચા પર પાછુ હટવું પડ્યું છે.


આ પણ વાંચો:- અયોધ્યામાં 4 અને 5 ઓગસ્ટના રોજ ખુલશે તમામ મંદિર, ભૂમિ પૂજનના દિવસે ઉજવાશે 'દિવાળી'


ચીને લદાખમાં પાછી ખેંચી પોતાની સેના
કારગિલની જીતને 21 વર્ષ પૂરા થયાની દેશ ઉજવણી કરી રહ્યો છે. 1999માં ભારતે એલઓસી પર કારગિલ યુદ્ધમાં પાકિસ્તાનને પરાજિત કર્યું હતું. અને કારગિલ વિજય દિવસ પર એક સમાચાર છે જે દેશની સૈન્યની શકિતના અદ્યતન પુરાવા રજૂ કરે છે. ભારતે ચીનને એલએસી પર પીછેહઠ કરવા દબાણ કર્યું છે. લદાખમાં લાંબા તણાવ બાદ ચીને ત્રણ મોરચા પર પોતાની સેના પાછી ખેંચી લીધી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube