અલવર : રાજસ્થાન ભાજપમાં સબ સલામનતી બુમો પાડવામાં આવી રહી છે. સીએમ વસુંધરા રાજેની હાજરીમાં ભાજપનાં બે વરિષ્ઠ નેતા રોહિત શર્મા અને દેવી સિંહ શેખાવત મંચ પર જ લડી પડ્યા. ઝગડો વધતો જોઇને મુખ્યમંત્રીની સુરક્ષામાં લાગેલા સુરક્ષા કર્મચારીઓએ શેખાવતને મંચથી ઉતારી દીધા. બંન્ને નેતાઓએ એક બીજા પર દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુખ્યમંત્રી વસુંધરા રાજેની ગૌરવ યાત્રાનાં હિસ્સા તરીકે અલવર પહોંચ્યા હતા. જ્યારે રાજે ભા,ણ આપી રહ્યા હતા ત્યારે શર્મા અને શેખાવતની વચ્ચે બોલાચાલી થઇ ગઇ જે ત્યાર બાદ મારામારી સુધી પહોંચી ગઇ. પોતાના પાર્ટી નેતાઓને મંચ પર લડતા જોઇને મુખ્યમંત્રી રાજેએ પોતાના સુરક્ષા કર્મચારીઓને શેખાવતને મંચ ઉતારવાનો નિર્દેશ આપવામાં આવ્યો. સુરક્ષા કર્મચારીઓએ તેને મંચ પરથી ઉતારી દીધા પરંતુ શેખાવત વિરોધ કરતા જોવા મળ્યા હતા. 



અલવર યુઆઇટીનાં ચેરમેન છે દેવીસિંહ શેખાવત
દેવી સિંહ શેખાવત અલવર યૂઆિટી (નગર વિકાસ નિગમ)ના ચેરમેન છે. તેમની નિયુક્તિ હાલમાં જ સરકાર દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ રોહિતાશ શર્મા પૂર્વ પરિવહન મંત્રી છે અને બાનસુર અંતર રાજ્યીય જળ વિતરક સમિતીનાં અધ્યક્ષ છે. બંન્ને વચ્ચે કયા મુદ્દે વિવાદ થયો તે અંગે હજી સુધી કોઇ જ માહિતી મળી શકી નથી. મુખ્યમંત્રી વસુંધરા રાજે ચૂંટણી સંભાને સંબોધિત કરવા માટે અલવર પહોંચ્યા હતા.