ફારુક અબ્દુલ્લાની તુમાખી: 370 કોણ રદ્દ કરે છે કાશ્મીરમાંથી હું જોઉ છું
હાઇવે બંધ કરીને અને મીરવાઇઝને દિલ્હી લઇ જઇને તેઓ અમને દબાવવા માંગે છે પરંતુ તે શક્ય નથી
શ્રીનગર : લોકસભા ચૂંટણી 2019 (Lok Sabha Elections 2019) ના પ્રચારમાં લાગેલા નેતા નેશનલ કોન્ફરન્સ નેતા ફારુક અબ્દુલ્લાએ ભાજપનાં ચૂંટણી ઢંઢેરા પર તીખી પ્રતિક્રિયા આપી છે. અબ્દુલ્લાએ કહ્યું કે, ભાજપે પોતાનાં સંકલ્પ પત્રમાં જમ્મુ કાશ્મીરની કલમ 370ને રદ્દ કરવાની વાત કરી છે. તેઓ 370 રદ્દ કરશે તો તેઓ વિલય કઇ તરફ રહેશા ?
ભાજપ અને કોંગ્રેસનાં ઢંઢેરામાં 4 મુખ્ય તફાવત, અડધી મિનિટમાં સમજો બંન્નેનું વિઝન
મીરવાઇઝને એનઆઇએ હેડક્વાર્ટર દિલ્હી બોલાવવા અંગે ફારુકે કહ્યું કે, આજે મીરવાઇઝને દિલ્હી લઇ જવામાં આવ્યો હતો, શું તેની તપાસ અહીં થઇ શકે તેમ નહોતી. શું તમે અમને દબાવવા માટે તમારી શક્તિ દેખાડવા માંગો છો. પરંતુ અમે ડરતા નથી, જો તેમને લાગે છે કે અમને દબાવી દેશો તો આ માત્ર તમારુ સપનું છે.