નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના અંતિમ તબક્કામાં પહોંચવાની સાથે-સાથે માહોલ પણ હવે ગરમ થતો જઈ રહ્યો છે. નેતાઓ એક-બીજાને અપમાનિત કરતા, વિવાદિત ટિપ્પણી અને ગાળો બોલવાનું પણ બાકી નથી રાખી રહ્યા. આ બધાનો સામનો પીએમ મોદીને પણ કરવો પડી રહ્યો છે. વિરોધ પક્ષના અનેક નેતાઓએ તેમના સામે એક 'ગાલી ગેંગ' બનાવી રાખી છે. જેનો ઉલ્લેખ પીએમ મોદીએ પોતાની અનેક રેલીઓમાં કર્યો છે. વિવિધ પક્ષના નેતાઓ દ્વારા પીએમ મોદી માટે અમર્યાદિત ભાષાનો ઉપયોગ અનેક વખત કરવામાં આવી રહ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બિહારના પૂર્વ મુખ્યમંત્રી રાબડી દેવીએ પણ પીએમ મોદી માટે અમર્યાદિત શબ્દોનો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત કોંગ્રેસના નેતા સંજય નિરૂપમે પીએમ મોદીની સરખામણી ઔરંગઝેબ સાથે કરી નાખી છે. તેમણે કહ્યું કે, પીએમ મોદી ઔરંગઝેબના આધુનિક અવતાર છે. તેમણે વારાણસીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, એક સમયે કાશીમાં ઔરંગઝેબ કાશીમાં ગુંડાગીરી કરવા ઉતર્યો હતો. માકપા નેતા સીતારામ યેચુરી પણ પીએમ મોદી માટે અપશબ્દો બોલી ચૂક્યા છે. 


બુધવારે હરિયાણના કુરુક્ષેત્રમાં એક ચૂંટણી રેલીમાં પીએમ મોદીએ પોતે જ કોંગ્રેસના નેતાઓ દ્વારા તેમના માટે ઉપયોગ કરાયેલા કથિત અપશબ્દો ગણાવતા કહ્યું હતું કે, આ પાર્ટીની 'પ્રેમની ડિક્શનરી' છે. પીએમ મોદીએ તેમના માટે ઉપયોગમાં લેવાયેલા અપશબ્દો ગણાવતા કહ્યું કે, વિરોધ પક્ષે તેમના માતાને પણ છોડ્યા નથી. 


લોકસભા ચૂંટણી 2019ના વધુ સમાચાર જાણવા અહીં કરો ક્લિક....