Bengaluru Blast Video: બેંગલુરૂના રામેશ્વર કેફેમાં થયેલા બ્લાસ્ટનો ભયાવહ વીડિયો સામે આવ્યો છે. તેમાં જોઇ શકાય છે કે લોકો કેફેમાં આવી રહ્યા છે. ત્યારે અચાનક બ્લાસ્ટ થાય છે અને ચારેય બાજુ ધૂમાડો ફેલાય જાય છે. આ સાથે જ લોકો પોતાનો જીવ બચાવવા માટે આમ-તેમ ભાગવા લાગે છે. આ સાથે જ કેફેમાં કિકીયારીઓ અને બૂમબરાડા સંભળાય છે અને ઘણા લોકો બ્લાસ્ટમાં ઘાયલ થઇ જાય છે. દરેક પોતાની જીવ બચાવવા માટે ભાગતા જોવા મળે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોટ-ચોખા બાદ સરકાર વેચશે સસ્તી 'ભારતીય મસૂર દાળ', શું હશે ભાવ અને ક્યાં મળશે?
BIG NEWS: ગુજરાતમાં જંત્રી રેટથી નહીં વસૂલાય ફ્લેટોની ફી, રિડેવલોપમેન્ટમાં આવશે તેજી


અમે ઘટનાના દોષીઓને છોડીશું નહી
આ બ્લાસ્ટ પર કર્ણાટકના સીએમ સિદ્ધારમૈયાનું નિવેદન સામે આવ્યું છે. સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે ઘટના બાદ કાફેમાં લગાવવામાં આવેલા સીસીટીવી ફૂટેજની કાળજીપૂર્વક તપાસ કરવામાં આવી છે. કેફેમાં કોઈ બેગ મૂકી ગયું હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આરોપીની શોધખોળ હાથ ધરી છે. અમે આ ઘટના માટે જવાબદાર લોકોને છોડશું નહીં. આ ઘટનામાં 9 લોકો ઘાયલ થયા છે.


બેંગ્લોરના રામેશ્વર કેફેમાં બ્લાસ્ટ, 5 લોકો ગંભીર રીતે ઘાયલ, ભેદી બ્લાસ્ટની તપાસ શરૂ


અહીં એક નથી મળતી અને આ વ્યક્તિએ એક સાથે 4 છોકરીઓ સાથે કર્યા લગ્ન, વીડિયો થયો વાયરલ
સાળી બની ગઈ પૂરી ઘરવાળી : જીજાજી લગ્નમાં ગયા અને વરરાજા બની ગયા, જબરદસ્ત છે સ્ટોરી


'આતંકી ઘટનાનો એંગલ ક્લિયર નથી' 
આતંકવાદી હુમલાની સંભાવના પર મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, 'અમને ખબર નથી કે આ ઘટના કોઈ આતંકવાદી દ્વારા કરવામાં આવી છે કે નહીં. મને મળેલી છેલ્લી માહિતી મુજબ પોલીસ સ્થળ પર તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં ત્યાંથી વિગતવાર માહિતી બહાર આવી શકે છે. આ ઘટનામાં મોટા પ્રમાણમાં વિસ્ફોટક લાવ્યા ન હતા.' 


મીઠા મધ જેવા શક્કરિયા ખરીદવા હોય તો અપનાવો આ ટિપ્સ, વેપારી નહી બનાવી શકે ઉલ્લું
South India: માર્ચમાં ફરવા માટે બેસ્ટ છે સાઉથના આ 5 સ્થળ, જન્નત જેવો થશે અહેસાસ


સિદ્ધા સરકાર પર હુમલાવર થઇ ભાજપ
તો બીજી તરફ બેંગલુરૂ બ્લાસ્ટ પર ભાજપ સિદ્ધારમૈયા સરકાર પર હુમલાવર થઇ ગઇ છે. બેંગલુરૂથી ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ ઘટના પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે 'ઘટના વિશે રામેશ્વર કેફેના ફાઉન્ડર શ્રીનાગરાજ  સાથે વાતચીત થઇ છે. તેમણે જણાવ્યું કે આ બ્લાસ્ટ કોઇ કસ્ટમર દ્વારા મુકવામાં આવેલી બેગના લીધે થયો છે ના કે એલપીજી સિલિન્ડર ફાટવાથી. આ ઘટનામાં કેફેનો એક કર્મચારી પણ ઘાયલ થયો છે. આ સીધી રીતે બોમ્બ બ્લાસ્ટનો કેસ છે. અમે આ મુદ્દે સીએમ સિદ્ધારમૈયા પાસે જવાબદેહીની માંગ કરીએ છીએ.' 


Budhwar Remedies: ડોન્ટ વરી બધુ વેલ સેટ થઇ જશે, બગડેલી બાજી સુધરી જશે
કોઇને કહ્યા વિના હોળીની રાત્રે ગુપચૂપ કરજો આ ઉપાય, ધમાધમ થશે રૂપિયાનો વરસાદ