નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની વાયનાડ ઓફિસમાં સ્ટુડેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયાના કાર્યકર્તાઓએ તોડફોડ કરી છે. તેમના તરફથી ઓફિસમાં હાજર સામાનને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. કોંગ્રેસ દાવો કરી રહી છે કે ઓફિસમાં કામ કરતા સ્ટાફને પણ ઇજા પહોંચી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાણવવામાં આવી રહ્યું છે કે, SFI ના કાર્યકર્તા સુપ્રીમ કોર્ટ દ્વારા તાજેતરામાં આપેલા નિર્ણયથી નાખુશ જોવા મળી રહ્યા હતા, તેઓ આ મુદ્દા પર રાહુલ ગાંધીના વિચાર જાણવા માંગતા હતા જેમણે અત્યાર સુધી તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ કારણથી આ પ્રદર્શન યોજવામાં આવ્યું અને SFI કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ કરી. ઘટનાનો જે વીડિયો સામે આવ્યો છે તેમાં કેટલાક પ્રદર્શનકારી ઓફિસની બારીમાંથી અંદર ઘુસવાનો પ્રયાસ કરી રહ્યા છે. એક વીડિયોમાં પોલીસ પ્રદર્શનકારીઓની ઘટના સ્થળ પરથી અટકાયત કરતી જોવા મળે છે.


વિધાનસભા ભવન પહોંચ્યા ડેપ્યુટી સ્પીકર, 16 ધારાસભ્યની અયોગ્યતા પર નિર્ણય સંભવ


તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા સુપ્રીમ કોર્ટે પર્યાવરણને લઇને મોટો નિર્ણય આપ્યો હતો. આ નિર્ણયમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, સંરક્ષિત વન, વન્યજીવ અભ્યારણ્યોની આસપાસના એક કિલોમીટરવાળો વિસ્તાર પર્યાવરણ સંવેદનશીલ ક્ષેત્રમાં રહે છે. ESZ ની જે પણ તમામ ગતિવિધિઓ થાય છે તેને નિયંત્રિત કરવા માટે સુપ્રીમ કોર્ટે આ નિર્ણય સંભળાવ્યો હતો.


હોટલમાં બોયફ્રેન્ડ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવી રહી હતી મહિલા, રૂમમાં પતિએ મારી એન્ટ્રી અને...


આ પત્રમાં રાહુલ ગાંધીએ લખ્યું છે કે સુપ્રીમ કોર્ટના નિર્ણયના કારણે વાયનાડના સ્થાનિક લોકોની ચિંતા ઘણી વધી ગઈ છે. આ એક નિર્ણયના કારણે ખેતીથી લઇને અન્ય ગતિવિધિઓ પર ફર્ક પડવાનો છે. એવામાં તેમની તરફથી પીએમને અપિલ કરવામાં આવી છે કે પર્યાવરણની સાથે સાથે લોકોની સુવિધા અને તેમની આજીવિકાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવામાં આવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube