નવી દિલ્હી/ લંડન: ભાગેડુ દારૂના કારોબારી વિજય માલ્યાની અપીલ પર લંડનની કોર્ટમાં આજે ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગે સુનાવણી થશે. જો આ સુનાવણી દરમિયાન કોર્ટ માલ્યાને ઇગ્લેન્ડમાં રહેવાની પરવાનગી આપતી નથી તો તેને 28 દિવસની અંદર પ્રત્યાર્પણ કરવામાં આવશે. માલ્યાની તરફથી ભારત પરત ફરવાની જગ્યાએ બ્રિટનમાં થોડો વધુ સમય સુધી રહેવાની અપલી કરી છે. પરંતુ ભારતીય તપાસ એજન્સીઓ સતત માલ્યાના પ્રત્યાર્પણનો પ્રયત્ન કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો:- મુંબઇ Live: વરસાદે લીધો આરામ, ધીરે ધીરે ઓછુ થઇ રહ્યું છે પાણી


14 ફેબ્રુઆરીના પ્રત્યાર્પણની સામે અરજી દાખલ કરી હતી
બે જજ જસ્ટિસ લિગેટ અને જસ્ટિસ પોપલિવેલની બેન્ચે માલ્યાની અરજી પર સુનાવણી કરી હતી. લંડનના સમયાનુસાર સવારે 10:30 વાગ્યા (ભારતીય સમયાનુસાર બપોરે 3 વાગે)નો સમય સુનાવણી માટે નક્કી કરવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, વિજય માલ્યાએ 14 ફેબ્રુઆરીના ભારતમાં પ્રત્યાર્પણની સામે અરજી દાખલ કરી હતી. માલ્યાએ આ અરજીને કોર્ટ તરફથી 5 એપ્રિલના રોજ નકારી કાઢવામાં આવી હતી. ત્યારબાદ દારૂના કારોબારીએ મૌખિક સુનાવણી માટે ફરીથી આવેદન કર્યું હતું.


વધુમાં વાંચો:- આકાશ વિજયવર્ગીય મામલે નારાજ PM મોદી, કહ્યું- ‘આવા લોકોને બરતરફ કરવા જોઈએ’


સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ
63 વર્ષીય વિજય માલ્યાની અરજીને હાઇકોર્ટ તરફથી પહેલા નકારી કાઢવામાં આવી છે. હવે તેના પર મૌખિક સુનાવણી કરવામાં આવશે. જો આ મામલે માલ્યા અને ભારતીય એજન્સીઓમાંથી કોઇને પણ નિરાશા મળે છે તો બંને પાસે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો વિકલ્પ છે. ટોચની અદાલતમાં અપીલની પરવાનગી મળ્યા બાદ સુનાવણી પૂર્ણ થવામાં આગામી 2 થી 6 મહિનાનો સમય લાગી શકે છે.


વધુમાં વાંચો:- કડક સુરક્ષા વચ્ચે જમ્મૂથી નજીક 6,000 શ્રદ્ધાળુઓ અમરનાથ માટે રવાના


મંગળવારે લંડનની કોર્ટમાં યોજનારી સુનાવણીમાં જજ તેમનો નિર્ણય સુરક્ષિત રાખી શકે છે. એવું પણ થઇ શકે છે કે, બંને જજોની તરફથી સમગ્ર મામલે તત્કાલ નિર્ણય આપી દેવમાં આવે. તો એવું પણ થઇ શકે છે કે, ઝડપી નિર્ણય આપ્યા બાદ ન્યાયાધીશના આદેશની લિખિત કૉપિ આપવા માટે કોઇ અન્ય દિવસ નક્કી કરવામાં આવે.


જુઓ Live TV:-


દેશના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...