નવી દિલ્હી: અંગત અને કૌટુંબિક સંપત્તિ પર કાર્યવાહી વિરુદ્ધ ભાગેડુ લિકર કિંગ વિજય માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં ગુહાર લગાવી છે. માલ્યાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને સંપત્તિઓ પર કાર્યવાહી અને જપ્ત કરવાની પ્રક્રિયા પર રોક લગાવવાની માગણી કરી છે. માલ્યાએ અરજીમાં કહ્યું છે કે ફક્ત કિંગફીશર કંપની સંબંધિત સંપત્તિઓ જ જપ્ત કરવામાં આવે અને તેમની અંગત તથા કૌટુંબિક સંપત્તિઓ જપ્ત થઈ શકે નહીં. વિજય માલ્યાની અરજી પર સુપ્રીમ કોર્ટ સોમવારે એટલે કે 29 જુલાઈના રોજ સુનાવણી  કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં આ અગાઉ માલ્યાને બોમ્બ હાઈકોર્ટે મોટો ઝટકો આપ્યો હતો. માલ્યાની પોતાની અને કૌટુંબિક સંપત્તિની જપ્તિની કાર્યવાહી પર રોકની માગણી કરતી અરજીને બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી હતી. 


તેણે પોતાની અરજીમાં કહ્યું હતું કે નીચલી કોર્ટ અને સરકારી તપાસ એજન્સીઓ તેમની સંપત્તિ વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. વિજય માલ્યા ઈચ્છતો હતો કે જ્યાં સુધી બોમ્બે હાઈકોર્ટમાં તેને ભાગોડું આર્થિક અપરાધી (FEO)ને ચેલેન્જ કરતી અરજી  પર સુનાવણી પૂરી ન થાય ત્યાં સુધી નીચલી કોર્ટ અને સરકારી તપાસ એજન્સીઓ તેના વિરુદ્ધ ગમે તેવી કાર્યવાહી ન કરે. તેણે પોતાને આર્થિક ભાગેડુ અપરાધી જાહેર કરવાના નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો છે. 


જુઓ LIVE TV


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...