નવી દિલ્હીઃ ચીનના મુદ્દાના નિષ્ણાંત અને બેઇજિંગના પૂર્વ ભારતીય રાજદૂત વિક્રમ મિસરીની આજે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ સચિવાલયમાં ડેપ્યુટી નેશનલ સિક્યોરિટી એડવાઇઝર તરીકે નિમણૂક કરવામાં આવી છે. 1989 બેચના IFS અધિકારી મિસરી, પંકજ સરનનું સ્થાન લેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંકજ સરન 31 ડિસેમ્બર 2021ના ઓફિસ છોડી દેશે. આ પહેલા સરન રશિયામાં ભારતના રાજદૂત હતા. પ્રદીપ કુમાર રાવતને ચીનમાં ભારતના નવા રાજદૂત બનાવ્યા બાદ વિક્રમ મિસરીને એનએસસીએસમાં સામેલ કરવામાં આવ્યા છે. 
 
વિક્રમ મિસરી વિશે તમને જણાવી દઈએ કે તે પૂર્વમાં પ્રધાનમંત્રી કાર્યાલયમાં કામ કરી ચુક્યા છે અને ઇન્ડો પેસિફિકમાં રણનીતિક માહોલથી સારી રીતે પરિચિત છે. ડેપ્યુટી એનએસએ તરીકે નિમણૂક બાદ તે હવે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને સપોર્ટ કરશે. તેમના સિવાય બે અન્ય ડેપ્યુટી એનએસએ છે, જેમાં એક રાજેન્દ્ર ખન્ના અને બીજા દત્તા પંડસલગીર છે. 


આ પણ વાંચોઃ 15-18 વર્ષના બાળકોને આપવામાં આવશે Covaxin, જાણો શું હશે નિયમ, સરકારે જાહેર કરી ગાઇડલાઇન  


ડિસેમ્બરની શરૂઆતમાં વિક્રમ મિસરીએ ચીનના વિદેશ મંત્રી વાંગ યી સાથે ઓનલાઇન થનારી વિદાય મુલાકાતમાં મહત્વની વાત કહી હતી. મિસરીએ કહ્યુ હતુ કે કેટલાક પડકારને કારણે દ્વિપક્ષીય સંબંધોમાં વ્યાપક અવસરો પર નકારાત્મક પ્રભાવ પડ્યો છે. 


પરંતુ તેમણે આશા વ્યક્ત કરી કે સતત વાતચીત દ્વારા બંને પક્ષ આ મુશ્કેલી હલ કરવામાં સક્ષમ હશે. મહત્વનું છે કે ભારત અને ચીન વચ્ચે છેલ્લા ઘણા સમયથી સરહદ વિવાદ ચાલી રહ્યો છે. વિવાદ ખતમ કરવા માટે અત્યાર સુધી અનેક રાઉન્ડની વાતચીત થઈ ચુકી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube