LAC: અરૂણાચલ પ્રદેશની પાસે ચીને વસાવ્યું ગામ, 1959થી PLA ના કબજામાં છે તે વિસ્તાર
આ ગામ ચીને તે વિસ્તારમાં બનાવ્યું છે જે લગભગ છ દાયકા પહેલા તેનો કબજો છે. તે પછી, ચીની સેના PLAએ હુમલા બાદ અરુણાચલ પ્રદેશના સરહદી વિસ્તારમાં એક ઓપરેશનમાં આસામ રાઈફલ્સ પોસ્ટ પર કબજો કર્યો.
નવી દિલ્હીઃ હાલમાં અમેરિકી રક્ષા વિભાગ પેન્ટાગનના રિપોર્ટમાં અરૂણાચલ પ્રદેશ (Arunachal Pradesh) ની પાસે ચીન (China) દ્વારા ગામ વસાવવાના દાવા પર અસલ હકીકત સામે આવી છે. રક્ષા વિભાગના સૂત્રોનું કહેવું છે કે અરૂણાચલ સેક્ટરમાં એલએસી (LAC) ની પાસે ચીન દ્વારા બનાવવામાં આવેલા જે ગામનો ઉલ્લેખ પેન્ટાગનના રિપોર્ટમાં કરવામાં આવ્યો છે, તે પહેલાથી ચીનના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં છે.
1959થી ચીનના કબજામાં છે વિસ્તાર
સૂત્રોએ કહ્યું કે, ગામનું નિર્માણ ચીને જે વિસ્તારમાં કર્યું છે, તેના પર 1959માં ચીની સેનાએ ઘુષણખોરી કરી કબજો કર્યો હતો. 1959માં ચીની સેનાએ અરૂણાચલ પ્રદેશના સીમાંત ક્ષેત્રમાં એક ઓપરેશનમાં અસમ રાઇફલ્સની ચોકી પર હુમલા બાદ કબજો કરી લીધો હતો. તેને લોંગજૂ ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ચીને આ વિસ્તારમાં ગામ વસાવ્યું છે.
આ પણ વાંચોઃ ડોભાલના પ્લાનથી અફઘાનિસ્તાનમાં મજબૂત થશે ભારત? આજે દિલ્હી આવશે રશિયા સહિત 5 દેશોના નેતા
અચાનક નથી બન્યું ગામ
સૂત્રો પ્રમાણે ઉપરી સુબનસિરી જિલ્લામાં વિવાદિત સરહદની સાથે લાગતું ગામ ચીનના કબજાવાળા વિસ્તારમાં છે. તેણે લાંબા સમયથી તે ક્ષેત્રમાં સેનાની એક ચોકી બનાવી રાખી છે અને આ નિર્માણ અચાનક થયું નથી. ગામને ચીનના તે વિસ્તારમાં બનાવવામાં આવ્યું છે, જેના પર આશરે છ દાયકા પહેલાથી તેનો કબજો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube