ડોભાલના પ્લાનથી અફઘાનિસ્તાનમાં મજબૂત થશે ભારત? આજે દિલ્હી આવશે રશિયા સહિત 5 દેશોના નેતા

આ બેઠકથી અલગ અજીત ડોભાલ રશિયા, ઈરાન, તાઝિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાનના પોતાના સમકક્ષોની સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે. 

ડોભાલના પ્લાનથી અફઘાનિસ્તાનમાં મજબૂત થશે ભારત? આજે દિલ્હી આવશે રશિયા સહિત 5 દેશોના નેતા

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાનની સત્તામાં તાલિબાનની વાપસી બાદ પ્રાદેશિક સુરક્ષાની સ્થિતિ પર ચર્ચા માટે ભારતે 10 નવેમ્બરે મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં ઈરાન, રશિયા સિવાય મધ્ય એશિયન દેશ તાઝિકિસ્તાન, કિર્ગિસ્તાન, કઝાખસ્તાન, ઉજ્બેકિસ્તાન અને તુર્કિમેનિસ્તાન પણ ભાગ લેશે. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ આ બેઠકની અધ્યક્ષતા કરશે. તાલિબાનની વાપસી બાદથી અફઘાનિસ્તાનમાં પાકિસ્તાનની પકડ મજબૂત થઈ છે અને ચીન પણ ત્યાં પોતાનો દબદબો બનાવવા માટે પ્રયાસ કરી રહ્યું છે. તેવામાં ભારતની પાસે આ બેઠક અફઘાનિસ્તાનમાં ખુદને ફરીથી મજબૂત કરવા માટે એક મોટું પગલું સાબિત થઈ શકે છે. 

આ બેઠકથી અલગ અજીત ડોભાલ રશિયા, ઈરાન, તાઝિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાનના પોતાના સમકક્ષોની સાથે દ્વિપક્ષીય વાર્તા પણ કરશે. બેઠકમાં સામેલ થવા માટે રશિયા સહિત પાંચ દેશોના નેતા આજે નવી દિલ્હી પહોંચી રહ્યાં છે. 

અહેવાલ પ્રમાણે ડોભાલ પોતાના રશિયન સમકક્ષ નિકોલાઈ પત્રૂશેવ, ઈરાનના નેશનલ સિક્યોરિટી કાઉન્સિલ પ્રમુખ એડમિરલ અલી શમખાની અને કઝાખસ્તાન નેશનલ સિક્યોરિટી કમિટીના ચેરમેન કરીમ મસિમોવ સાથે 10 નવેમ્બર એટલે કે કાલે મુલાકાત કરી શકે છે. 

એનએસએ ડોભાલ તાઝિકિસ્તાન સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી નસરૂલ્લો રાહમતજન મહમૂઝદા, ઉઝ્બેકિસ્તાનના સિક્યોરિટી કાઉન્સિલના સેક્રેટરી વિક્ટર મખમૂદોવ સાથે આજે સાંજે દિલ્હીમાં મુલાકાત કરી શકે છે. 

મહત્વનું છે કે આ બેઠકમાં પાકિસ્તાન અને ચીનના એનએસએને પણ બોલાવવામાં આવ્યા હતા, પરંતુ બંને દેશોએ તેમાં સામેલ ન થવાનો નિર્ણય કર્યો છે. બેઠક માટે નિમંત્રણ પત્ર એનએસએ સચિવાલયમાંથી પાછલા મહિને મોકલવામાં આવ્યા હતા. ભારત, અફઘાનિસ્તાનમાં શાંતિ અને સ્થિરતાની બહાલી કરવાના સમર્થનમાં છે. સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે, બેઠકમાં આ મુદ્દે રણનીતિ બનાવવા ચર્ચા કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news