• બહરાઈચમાં માનવભક્ષીનો આતંક

  • વરૂઓનો આતંક, ક્યારે થશે ખતમ?

  • 32 ગામ, 9 શિકાર, જીવવું મુશ્કેલ

  • બાળકોને ઉઠાવી જતી વરૂઓની ગેંગ

  • ધીમા પગલે આવે છે, બાળકોને લઈ જાય છે

  • UPના 2 જિલ્લામાં ખૌફનો માહોલ


ઝી બ્યૂરો, અમદાવાદઃ ઉત્તર પ્રદેશના 2 જિલ્લામાં હાલમાં માણસો અને જંગલી પશુઓ વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે.... અને સંઘર્ષ એવો ચાલી રહ્યો છે કે તેને 45 દિવસનો સમય પસાર થઈ ગયો છે... આ દરમિયાન 8 બાળકો સહિત 9 લોકોના મોત પણ થઈ ગયા છે... જ્યારે બીજા જિલ્લામાં 1 વ્યક્તિનો જીવ ગયો છે તો અન્ય 1 શખ્સ જિંદગી અને મોતની વચ્ચે ઝઝૂમી રહ્યો છે... ત્યારે કયા જંગલી પશુના કારણે UPના 2 જિલ્લાના લોકોની ઉંઘ હરામ થઈ ગઈ છે?... જાણો વિગતવાર આ અહેવાલમાં...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તે બહરાઈચમાં મોત બનીને મંડરાઈ રહ્યા છે
45 દિવસમાં 9 લોકોનો કરી ચૂક્યા છે શિકાર


વાત માનવભક્ષી વરૂઓની થઈ રહી છે... જે પોતાની ગેંગ સાથે ધીમા પગલે આવે છે... અને પછી મોત બનીને તૂટી પડે છે... ક્યારે, ક્યાં, કોને નિશાન બનાવશે તે કોઈને ખબર હોતી નથી... આ માનવભક્ષી વરૂઓએ ઉત્તર પ્રદેશના 2 જિલ્લાના લોકોની રાતની ઉંઘ હરામ કરી નાંખી છે...માનવભક્ષી વરૂઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે... ડ્રોન કેમેરામાં કેદ થયા પછી આ માનવભક્ષીઓને લઈને વિસ્તારમાં ખૌફનું મોજું ફરી વળ્યું છે... 


રાતના અંધારામાં પોલીસ કર્મચારીઓની સાથે બંદૂક લઈને ચાલી રહેલાં વ્યક્તિ ભાજપના ધારાસભ્ય સુરેશ્વર સિંહ છે... તે હાથમાં બંદૂક સાથે ગામલોકોની રક્ષા માટે મેદાનમાં આવી ગયા છે... સ્થાનિક પ્રશાસન તરફથી પણ લોકોને ઈ-રિક્ષાના માધ્યમથી સાવચેત કરવામાં આવી રહ્યા છે.... 


માનવભક્ષી વરૂઓએ છેલ્લાં 45 દિવસમાં...
8 બાળકો સહિત 9 લોકોને પોતાના શિકાર બનાવ્યા છે... 
જ્યારે હુમલામાં 25થી વધારે લોકોને ઈજા પહોંચી છે...
આ વરૂઓની બહરાઈચના 32 ગામમાં દહેશત ફેલાઈ છે...


વન વિભાગ અને લોકોની મહેનતનું જ પરિણામ છે કે અત્યાર સુધી માનવભક્ષી 4 વરુઓેને પકડી લેવામાં આવ્યા છે... હજુ પણ 2થી 3 માનવભક્ષી વરૂને પકડવાના બાકી છે... જેના કારણે વિસ્તારના લોકોમાં ભયનો માહોલ છે... ત્યારે બહરાઈચ અને તેની આજુબાજુના વિસ્તારના લોકોને ક્યારે રાહત મળશે તે જોવું રહ્યું...