દેવરિયા : એસસી-એસટી એક્ટમાં કરાયેલા સંશોધન મુદ્દે સવર્ણોમાં ભારે રોષ વ્યાપી રહ્યો છે. વિવિધ ગામડાઓમાં પણ હવે તેનો વિરોધ થઇ રહ્યો છે. દેવરિયા જિલ્લાના કેટલાક ગામડાઓમાં બેનર લટકાવીને આ સંદેશ આપવામાં આવી રહ્યો છે. આ સવર્ણોનું ગામ છે. કૃપા અહીં વોટ માંગીને અમને શરમમાં ન મુકશો. સૌથી ચોંકાવનારી બાબત છે કે જે ગામમાં આ પોસ્ટર લગાવાયા છે ત્યાં અનુસુચિત જાતીના લોકો પણ રહી રહ્યા છે. પરંતુ બેનરનાં વિરોધમાં કોઇ પ્રતિક્રિયા આવી નથી. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે ઉલ્લેખનીય છે કે, પાટીદાર અનામત આંદોલન સમયે પણ આવા પ્રકારનાં બેનરો જ સુરત સહિત પાટીદાર બહુમતીવાળા વિસ્તારોમાં બેનરો લગાવાયા હતા. કેન્દ્ર દ્વારા હાલમાં જ એસસી-એસટી એક્ટમાં સંશોધન કરવામાં આવ્યું હતું. આ પરિવર્તન મુદ્દે 6 સપ્ટેમ્બરે સવર્ણોની તરફથી ભારત બંધની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન હિંસાની પણ ઘણી ઘટનાઓ સામે આવી હતી. હવે લોકો દ્વારા ગામોમાં પોસ્ટર લગાવીને નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે. 

જિલ્લાનાં ભલુઅની વિકાસ ખંડના સોનાડી ગામમાં રવિવારે એવું જ એક પોસ્ટર જોવા મળ્યું હતું. ગામમાં બનેલા ઇન્ટર કોલેજ પર લાગેલા આ પોસ્ટરમાં એક તરફ લખવામાંઆવ્યું છે કે એસસી-એસટી એક્ટનો અમે વિરોધ કરીએ છીએ. તો બીજી તરફ લખ્યું છે કે અનામત મુક્ક ભારત. પોસ્ટમાં નીચે લખાયું છે કે તમામ રાજનીતિક પાર્ટીઓને નિવેદન છે કે તેમનો આ ગામમાં પ્રવેશ વર્જીત છે. જો કોઇ અપ્રિય ઘટના બનશે તો તેના માટે પોતે જ જવાબદાર રહેશે. નીચે લખ્યું છે નિવેદન સમગ્ર ગ્રામવાસીઓ. 

ગામના નિવાસી સુધીર સિંહે જણાવ્યું કે, સવર્ણ મતોની મદદથી સત્તા પ્રાપ્ત કરનાર ભાજપ સરકાર આવ્યા બાદ સવર્ણોને જ નુકસાન પહોંચાડી રહી છે. જેનો સ્વિકાર કરવામાં નહી આવે. હાલ તો આ માત્ર શરૂઆત છે.