મુંબઇ: બાન્દ્રા સ્ટેશન પર મોટી સંખ્યામાં મજૂરોની ભીડ ભેગી કરવાના આરોપીની અટકાયત
કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ બધા વચ્ચે મંગળવારે સાંજે 4 વાગે મુંબઈના બાન્દ્રા સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ ભેગી થઈ ગઈ. સ્ટેશન પર ઉમટેલા મજૂરોના સેલાબને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ મામલે પોલીસે વિનય દુબે નામના એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
બાન્દ્રા: કોરોના વાયરસના સંક્રમણને રોકવા માટે દેશમાં લોકડાઉનને 3 મે સુધી લંબાવવામાં આવ્યું છે. આ બધા વચ્ચે મંગળવારે સાંજે 4 વાગે મુંબઇના બાન્દ્રા સ્ટેશન પર પ્રવાસી મજૂરોની ભારે ભીડ ભેગી થઈ ગઈ. સ્ટેશન પર ઉમટેલા મજૂરોના સેલાબને હટાવવા માટે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. આ મામલે પોલીસે વિનય દુબે નામના એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે.
અમેરિકામાં કોરોનાએ મચાવ્યો હાહાકાર, દોષનો ટોપલો WHO પર ઢોળી ટ્રમ્પે કરી મોટી કાર્યવાહી
વિનય પર આરોપ છે કે તેણે પ્રવાસી મજૂરોને બાન્દ્રા સ્ટેશન પર ભેગા થવા માટે ઉક્સાવ્યા હતાં. ત્યારબાદ નવી મુંબઈ પોલીસે વિનયની અટકાયત કરી અને તેને મુંબઇ પોલીસને સોંપી દીધો. હવે આ મામલે પોલીસ વિનય દુબે વિરુદ્ધ આઈપીસીની અલગ અલગ કલમો હેઠળ કેસ દાખલ કરીને પૂછપરછ કરી રહી છે.
જુઓ LIVE TV
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube