બૃજભૂષણ સિંહના વિરોધમાં વિનેશ ફોગાટ પરત કરશે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ, પીએમ મોદીને લખ્યો પત્ર
પીએમ મોદીને લખેલા પત્રમાં વિનેશ ફોગાટે કહ્યું કે સાક્ષી મલિકે કુશ્તી છોડી દીધી અને બજરંગ પુનિયાએ પોતાનો પદ્મશ્રી પરત કરી દીધો છે. હું પણ મારા એવોર્ડ પરત કરી રહી છું.
નવી દિલ્હીઃ Vinesh Phogat Major Dhyan Chand Award: દિગ્ગજ રેસલરોનો ભારતીય કુશ્તી મહાસંઘના પૂર્વ અધ્યક્ષ બૃજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ યથાવત છે. આ વચ્ચે વિનેશ ફોગાટે પોતાના એવોર્ડ પરત કરવાની જાહેરાત કરી છે.
ભારતીય રેસલર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને પત્ર લખી કહ્યું કે હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું. આ સ્થિતિમાં પહોંચાડવા માટે શક્તિશાળીનો ખુબ ખુબ આભાર. તેણે આ લેટર પોતાના એક્સ પર શેર કર્યો છે.
હકીકતમાં તાજેતરમાં રેસલિંગ ફેડરેશનના અધ્યક્ષ પદ માટે યોજાયેલી ચૂંટણીમાં ભાજપ સાંસદ બૃજભૂષણ શરણ સિંહના નજીકના સંજય સિંહે જીત હાસિલ કરી હતી. ત્યારબાદ તેના વિરોધમાં રેસલર બજરંગ પુનિયાએ પીએમ મોદીને પત્ર લખી પદ્મ શ્રી પરત કરવાની જાહેરાત કરી હતી. પુનિયાને પોલીસે રોક્યો તો તેણે રસ્તા પર પોતાનું પદ્મશ્રી સન્માન છોડી દીધુ હતું. રેસલરોના વિરોધ બાદ ખેલ મંત્રાલયે રેસલિંગ ફેડરેશનની નવી બોડીને સસ્પેન્ડ કરી દીધી હતી.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube