શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી હુમલાને ધ્યાને રાખી બહાર પડાયેલી એડ્વાઇઝરી બાદ શનિવારે પાકિસ્તાને એકવાર ફરીથી સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું. પાકિસ્તાન દ્વારા સતત ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. જ્યારે સીમા પર પાકિસ્તાની ગોળીબારનો ભારતીય સેના પણ યોગ્ય જવાબ આપી રહી છે. શનિવારે કૈરન સેક્ટરમાં થયેલા પાકિસ્તાની ગોળીબારનો જવાબ ભારતીય સેનાએ તત્કાલ આપ્યો. પાકિસ્તાન દ્વારા ગોળીબારના નાપાક હરકતની જવાબી કાર્યવાહી કરતા ભારતીય સેનાએ પાકિસ્તાનની બૈટ (બોર્ડર એક્શન ટીમ)નાં 5થી7 સૈનિકો પણ ઠાર મારી દીધા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

PM મોદી અને રાજ્યપાલ સાથે મુલાકાત અંગે ઓમરે કહ્યું J&K અંગે કોઇ મગનું નામ મરી પાડતું નથી


કાશ્મીરમાં વધારે જવાનોની તહેનાતી સુરક્ષા ઉપાય, સંવૈધાનિક પરિવર્તનની માહિતી નથી
સમાચાર એજન્સી ANI અનુસાર ગત્ત 36 કલાકથી કૈકન સેક્ટરમાં પાકિસ્તાની બેટ ટીમ ઘુસણખોરીનો પ્રયાસ નિષ્ફળ કરી દીધો. મળતી માહિતી અનુસાર બેટની ટીમનાં 5થી 7 સભ્યોને ઠાર મારવામાં આવ્યા છે. તેમના શબો હજી પણ સીમા પર જ પડેલા છે. ભારે ગોળીબારના કારણે શબોને ઉઠાવવામાં આવ્યા નથી. 


ITની તપાસમાં ફસાયા MP ના 30 ધારાસભ્યો, દોષીત ઠરશે તો કમલનાથ સરકાર પર સંકટ!
એવું શું થયું કે PM મોદી સ્ટેજ પરથી ઉતરીને કાર્યક્રમની છેલ્લી સીટ પર જતા રહ્યા?
મળતી માહિતી અનુસાર ભારતીય સેના દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પાકિસ્તાનની અનેક ચોકીઓ પણ ધ્વસ્ત થઇ ચુકી છે. પાકિસ્તાની સેના ફાયરિંગની આડમાં સતત ઘુસણખોરીનાં પ્રયાસો કરે છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન દ્વાર જુલાઇ મહિના દરમિયાન 272 વખત સંઘર્ષ વિરામ ઉલ્લંઘન થઇ ચુક્યું છે. પાકિસ્તાન સતત સંઘર્ષ વિરામનુ ઉલ્લંઘન કરતું રહે છે. આ વર્ષે પાકિસ્તાન દ્વારા તુક 1593 સંઘર્ષ વિરામ ઉલ્લંઘન થયા છે. માર્ચમાં ત્રણ, જુનમાં એક અને જુલાઇમાં 2 સૈનિકો શહીદ થયા છે. આ ઉપરાંત જુલાઇ મહિના દરમિયાન જ 272 વખત સંઘર્ષ વિરામ ઉલ્લંઘન થયું છે.