Thane Boy Viral Result : આજકાલ દરેક માતાપિતાને પોતાના સંતાનોને ડોક્ટર, એન્જિનિયર બનાવવા માંગે છે. સંતાનોને આગળ લઈ જવાની હોડ લાગી છે. વિદ્યાર્થીઓને જેટલી ચિંતા હોતી નથી, એટલી ચિંતા માતાપિતાને છે. જેનો ડર વિદ્યાર્થીઓને સતત રહેતો હોય છે. સારુ પરફોર્મ કરવા કરતા માતાપિતાના અરમાન પૂર કરવા તેનુ ટાર્ગેટ સતત સંતાનોને સતાવે છે. સંતાનોને આ ડરમાં જીવવા મજબૂર કરતા માતાપિતા માટે એક એવુ ઉદાહરણ સામે આવ્યુ છે કે તમે પણ તેમની વાહવાહી કરશો. આ માતાપિતા કોઈ ઉચ્ચ પરિવારના કે બહુ શિક્ષિત પણ નથી, પરંતુ તેઓ પોતાના દીકરાના 35 ટકા આવવાથી પણ ખુશ થઈ ગયા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો સંતાનોના 35 ટકા માર્કસ આવવા પર દરેક માતાપિતા ગુસ્સે થઈ જાય, કેટલાક તો સંતાનોને વઢે છે. પરંતું મહારાષ્ટ્રના એક ગરીબ માતાપિતાએ દીકરાના 35 ટકા આવવા પર ગુસ્સે નહિ, પણ ખુશ થઈ ગયા હતા. આ કિસ્સો છે મહારાષ્ટ્રના થાણે વિસ્તારનો. જ્યાં દીકરાના 35 ટકા માર્કસ આવતા પણ માતાપિતા રાજીના રેડ થઈ ગયા હતા. કારણ કે, તેમનો દીકરો પાસ થઈ ગયો છે તે તેમના માટે વધુ મહત્વનું છે. 35 ટકા માર્કસની ઉજવણી કરતા માતાપિતા અને દીકરાની તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાહવાહી લૂંટી રહી છે.


હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, ગુજરાત સાથે નહિ ટકરાય બિપોરજોય વાવાઝોડું


બન્યું એમ હતું કે, વિશાલ મુંબઈના થાણેમાં રહે છે. તેણે 10મું ધોરણ મરાઠી માધ્યમથી કર્યું છે. વિશાલે તેના તમામ વિષયોમાં 35% માર્કસ મેળવ્યા છે. તેના પિતા ઓટો રિક્ષા ડ્રાઈવર છે અને માતા ગૃહિણી છે. ગરીબ માતાપિતાએ વિશાલને ભણાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. આ જ કારણ છે કે તેમના પુત્રનું આમાં પાસ થવું તેમના માટે સૌથી પ્રથમ આવવાથી ઓછું નથી લાગતું. તેઓ આ વાતની ખુશી વ્યક્ત કરવા માટે ઉજવણી કરી રહ્યા છે.


દ્વારકાના એકસાથે 21 ટાપુઓ પર પ્રતિબંધ મૂકાયો, પરમિશન વગર કોઈ અહી જઈ નહિ શકે


હાલ વિશાલની તેના માતાપિતાની ઉજવણીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો તેઓના વખાણ કરી રહ્યાં છે. જો દરેક માતાપિતા આ પ્રકારના વિચારો ધરાવે તો કોઈ બાળક આત્મહત્યા કે નાસીપાસ ન થાય. જો ગરીબ માતાપિતા આવુ કરી શકે છે, તો શિક્ષિત અને સુખી સંપન્ન પરિવારના માતાપિતાએ તો ખાસ વિચારવા જેવું છે. 


IAS ઓફિસર અવનીશ શરણે આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે લખ્યું કે, મુંબઈના ધોરણ 10ના વિદ્યાર્થીએ પરીક્ષામાં 35% માર્ક્સ મેળવ્યા છે. પરંતુ દુઃખી કે ગુસ્સે થવાને બદલે તેના માતા-પિતાએ તેની સફળતાની ઉજવણી કરી. વધુ તપાસ કરતાં જાણવા મળ્યું કે બાળકનું નામ વિશાલ અશોક ખરાડ છે, જેણે 10મા (એસએસસી) ની પરીક્ષા ખૂબ જ મુશ્કેલીથી પાસ કરી હતી. તેથી જ તેના પરિવારે એવી ઉજવણી કરી કે જાણે તેણે બોર્ડની પરીક્ષામાં ટોપ કર્યું હોય. કૃપા કરીને જણાવો કે તેના તમામ વિષયોમાં 35-35 નંબરો આવ્યા છે.


ગુજરાત સરકારની આ યોજનાથી ડોક્ટર બની રહી છે દીકરીઓ, મળે છે મફત શિક્ષણ