હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ, ગુજરાત સાથે નહિ ટકરાય બિપોરજોય વાવાઝોડું
Gujarat Weather Forecast : બિપરજોય વાવાઝોડાના ખતરાની વચ્ચે ગુજરાત માટે રાહતના સમાચાર... ગુજરાતના દરિયાકિનારે નહીં ટકરાય વાવાઝોડું.... જોકે આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી વાતાવરણ...
Trending Photos
Ambalal Patel Prediction : જેમ જેમ દરિયામાં બિપરજોય વાવાઝોડું આગળ વધી રહ્યું છે તેમ તેમ તે વધુ તીવ્ર બની રહ્યું છે. વાવાઝોડું હવે 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે હાલ પોરબંદરના દરિયાકાંઠાથી હવે 590 કિલોમીટર દૂર છે. ત્યારે ગુજરાતની જનતા માટે સૌથી મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ, ગુજરાતના દરિયાકાંઠે બિપરજોય વાવાઝોડું નહિ ટકરાય. વાવાઝોડું હાલ ઉત્તર-ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.
વાવાઝોડું ભલે ગુજરાતના દરિયાકાંઠે નહિ ટકરાય, પરંતુ તેની અસર જોવા મળશે. તેની અસરના ભાગરૂપે 12,14 અને 15 જૂને પવનની ગતિમાં વધારો થશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30થી 40 કિ.મી પ્રતિ કલાકે પવન ફૂંકાશે. પોરબંદર દરિયા કિનારેથી 590 કિ.મી. દૂર વાવાઝોડાની દિશા બતાવી રહી છે. આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદ રહેશે. તો આવતીકાલ 10 જુનથી વરસાદમાં વધારો થશે. સુરત, વલસાડ, નવસારી અને અમદાવાદમાં આજે વરસાદની સંભાવના છે. પવનની ગતિ પણ આવતીકાલથી વધશે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં 30 થી 40 કિમી પ્રતિ કલાક પવનની ગતિ રહેશે. તો 12,14,15 જૂને પવનની ગતી વધતી જોવા મળશે. વાવાઝોડું બિપોરજોય ઉત્તર - ઉત્તર પૂર્વ તરફ આગળ વધી રહ્યું છે.
ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય બિપરજોય વાવાઝોડું #Biparjoy #CycloneBiparjoy #Cyclone #Gujarat #BreakingNews pic.twitter.com/Xo8gRZq7iI
— Zee 24 Kalak (@Zee24Kalak) June 10, 2023
દેશનાં પશ્ચિમી રાજ્યો માટે ચિંતાનું કારણ બનેલા બિપરજોય વાવાઝોડાએ પોતાની દિશામાં આંશિક બદલાવ કર્યો છે. વાવાઝોડાએ દિશ બદલતા ફરી કચ્છ અને ગુજરાત માટે થોડી ચિંતા વધી છે. પરંતું હાલ પૂરતું બિપરજોય વાવાઝોડું પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયા હોવાના અહેવાલ છે.
રાહતના સમાચાર: ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય બિપરજોય વાવાઝોડું#CycloneBiparjoy #CycloneBiporjoy #Gujarat pic.twitter.com/nXLpWA626d
— Zee 24 Kalak (@Zee24Kalak) June 10, 2023
આવામાં ગુજરાતના માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે, 12 તારીખથી દરિયામાં પવનની ગતિવિધિ વધી જશે. જેમ જેમ વાવાઝોડું નજીક આવશે, તેમ તેમ દરિયામાં સિગ્નલ બદલાશે. રાજ્યના તમામ બંદર પર હાલ 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે