નવી દિલ્હી : મુંબઈ ખાતે કમલા મિલ્સ કમ્પાઉન્ડમાં બનેલી દુર્ઘટનામાં આગમાં લોકોને બચાવનાર જાંબાઝ પોલીસકર્મી સુદર્શન શિંદે હવે સોશિયલ મીડિયામાં હીરો બની ગયો છે. તેણે પોતાના જીવની પરવા ન કરીને લોકોને બચાવ્યા હતા. આવી વિલક્ષણ કામગીરી કરવા માટે સુદર્શન શિંદેને મુંબઈ પોલીસ તરફથી સન્માનિત કરવામાં આવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈ પોલીસ કમિશનર દત્તાત્રેય પડસાલગીર અને મેયર વિશ્વનાથ મહાદેશ્વરે તો સુદર્શન શિંદેનું તેના શાનદાર પ્રયાસ બદલ સન્માન કર્યું છે. પોલીસે માહિતી આપી છે કે આ દુર્ઘટના પછી સુદર્શન શિંદે કેટલાક ઘાયલ લોકોને પોતાના ખભા પર નાખીને બહાર લઈ આવ્યો હતો. મેયરે તો સુદર્શન શિંદેના સાહસના વખાણ કરીને જણાવ્યું છે કે પોતાના કર્તવ્યનું પાલન કરવા માટે સુદર્શને પોતાની જાતની પણ પરવા નહોતી કરી. 


સુદર્શન શિંદે એક મહિલાને પોતાના ખભા ઉઠાવીને બહાર આવતો હતો એ સમયે ક્લિક થયેલી તસવીર સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ છે. નોંધનીય છે કે મુંબઈના એક પોશ વિસ્તારના પરિસરમાં આવેલી પબમાં જન્મદિવસની ઉજવણી માટે ભેગા થયેલા અનેક પરિવાર માટે સેલિબ્રેશન કાળના નિમંત્રણ જેવું બની ગયું હતું. અડધી રાત્રે પબમાં લાગેલી આગમાં 15 લોકોના જીવ ચાલ્યા ગયા હતા અને 21ને ભારે ઇજા પહોંચી હતી.