Viral Video: પ્રાણી સંગ્રહાલયમાં લોકો વાઈલ્ડ એનિમલ્સ ખુબ જ ઉત્સુકતાથી જોવા  જતા હોય છે. પરંતુ કેટલાક એવા અટકચાળા લોકો હોય છે કે શાંત બેઠેલા પ્રાણીઓને પણ છંછેડવા લાગે છે. અનેકવાર એવું જોવા મળ્યું છે કે જાનવર અકળાઈને પલટવાર કરે છે. આવામાં ક્યારેક તો પસ્તાવવાનો વારો આવે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક છોકરી અને વાનર જોવા મળે છે. છોકરી વાનરને ભગાડવાની કોશિશ કરે છે પરંતુ વાનર છોકરી પર હુમલો કરી નાખે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચિડાઈને છોકરીના ખેચ્યા વાળ
પ્રાણી સંગ્રહાલયના આ વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે છોકરી હાથમાં ફોન લઈને વાનર પાસે પહોંચી જાય છે. તે વાનરને દૂર ભગાડવા માટે ઈશારો કરે છે. પરંતુ વાનરને તેની આ હરકત ગમતી નથી અને તે તેના વાળ પકડી લે છે. છોકરી ચીસો પાડવા લાગે છે. એટલું જ નહીં ત્યાં  બીજો એક વાનર પણ આવી જાય છે અને બંને મળીને છોકરીના વાળ ખેંચવા લાગે છે. 


જુઓ Video


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Md Rizwi (@mr.rizvi6)


સામાન્ય રીતે વાનરો જે પ્રકારે આ હરકત કરી રહ્યા હતા તેવી સામાન્ય રીતે જોવા મળતી નથી. વીડિયો પોસ્ટ થતા જ સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે. તેને ઈન્સ્ટાગ્રામ પર mr.rizvi6 એકાઉન્ટ પર અપલોડ કરાયો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube