ક્યારેક કેટલાક લોકો ભાવુક થઈને એવા એવા વીડિયો શેર કરી બેસે છે કે વાત ન પૂછો. આવું જ કઈક એક કપલ સાથે થયું. જ્યારે તેઓ મનાલી હનીમૂન માટે ગયા હતા. ત્યારે તેમણે લગ્ન બાદ હનીમૂન હોટલના કોઈ રૂમમાં મનાવ્યું પરંતુ તે પહેલા એક એવો વીડિયો પોતાના ફોનમાં રેકોર્ડ કરી લીધો જેને પાછો ઈન્ટરનેટ પર શેર પણ કરી દીધો. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો દંગ રહી ગયા છે અને ઘણા લોકોએ એવો મત પણ રજૂ કર્યો કે આવી અંતરંગ પળોની તસવીરો અને વીડિયો શેર કરવા જોઈએ નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મનાલીના હનીમૂનનો વીડિયો
પોતાની ખાસ પળોને ઓનલાઈન શેર કરવાના  ચક્કરમાં એક નવપરણિત કપલે પોતાની સુંદર હનીમૂન પળોની કેટલીક ઝલક શેર કરી. આ સાથે જ કપલે હનીમૂન કેક કટિંગ અને કેન્ડલલાઈટ ડિનરની પળો પણ શેર કરી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરાયેલો આ વીડિયો ફૂલોથી સજેલો બેડ અને હેપ્પી હનીમૂન લવ લખેલા ફૂલોની પાંખડીઓથી શરૂ થાય છે. બેડ પર કેટલાક હંસ જેવા દેખાતા નેપકિન રાખેલા છે. રૂમમાં વચ્ચે રાખેલા ટેબલ પણ ફૂલોની પાંખડીઓથી ઢંકાયેલું છે, જેના પર ફળ, કેક અને શેમ્પેઈનની બોટલ સાથે બે ગ્લાસ રાખેલા છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Shaon Mitra (@shaonmitra_)


રૂમની અંદરનો નજારો
પત્ની હસતી હતી અને પતિના ઈશારાથી ખુશ થતી હતી. વીડિયોમાં કપલ પોતાની હનીમૂન કેક કાપતું, સોફા પર બેસીને એકબીજાને ખવડાવતું જોવા મળે છે. ત્યારબાદ કપલે શેમ્પેઈન પીધું. એક દ્રશ્યમાં કપલને રોમેન્ટિક કેન્ડલ લાઈટ ડિનર લેતા પણ જોઈ શકાય છે. 


શૌન મિત્રએ આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ડિસેમ્બર 2023માં શેર કરેલો છે અને કેપ્શનમાં મનાલીમાં હનીમૂન નાઈટ એમ લખ્યું હતું. આ સાથે જ આ વીડિયો સોશિયલ મીડિયામાં ગજબનો વાયરલ  થઈ ગયો. અનેક યૂઝરે તેના પર કમેન્ટ કરી હતી. તેમાંથી એકે લખ્યું હતું કે વીડિયોને આ રીતે લીક ન કરો યાર, આ પ્રાઈવેટ મૂમેન્ટ છે.