નવી દિલ્હી : ભારતમાં પ્રાઇવેટ કંપનીઓની જબરદસ્ત જોહુકમી ચાલી રહી છે. થોડા દિવસ પહેલાં ફ્લાઇટમાં ઓવર બુકિંગને કારણે પ્રવાસીને બેસવા નહોતો દેવામાં આવ્યો અને હવે પ્રાઇવેટ એરલાઇન કંપનીના પાઇલટનો અમાનવીય વ્યવહાર સામે આવ્યો છે. હકીકતમાં 20 જૂનના દિવસે એર એશિયાની કોલકાતાથી બાગડોગરા જઈ રહેલી ફ્લાઇટમાં પાઇલરે પ્રવાસીઓને ઉતારવા માટે એસી મશીન ફાસ્ટ કરી દીધું હતું. એસી મશીન હાઇપાવર હોવાના કારણે આખા પ્લેનમાં હવા ભરાઈ ગઈ જેના કારણે પ્રવાસીઓ ગભરાઈ ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરી લપસી આનંદીબહેનની જીભ, શહેરી માતાઓ પર મૂકી દીધો મોટો આરોપ


ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર દીપાંકર રાય પણ આ વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા અને તેમણે સમગ્ર ઘટનાક્રમનો વીડિયો પોતાના ટ્વિટર પર શેયર કર્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે સમગ્ર ફ્લાઇટમાં ધુમાડો ભરાઈ ગયો હતો અને પ્રવાસીઓમાં બહાર નીકળવા માટે હોડ લાગી ગઈ હતી. દીપાંકર રાયે કર્મચારીઓ નોન પ્રોફેશનલ  હોવાનો આરોપ લગાવ્યો છે. તેમના કારણે કોલકાતાથી 20 જૂને આ ફ્લાઇટ ચાર કલાક મોડી ઉડી જેના કારણે પણ પ્રવાસીઓ તેમજ ક્રુ મેમ્બર્સમાં ભારે ચર્ચા થઈ હતી.


દેશના સમાચાર જાણવા કરો ક્લિક...