Video : જિન્સ અને ચોલીમાં દુલ્હનનો ભંગડા Internet પર મચાવી રહ્યો છે ધૂમ
લોકો ધડાધડ આ વીડિયો શેયર કરી રહ્યા છે
નવી દિલ્હી : સામાન્ય લોકોમાં ઇમેજ હોય છે કે દુલ્હન એટલે શરમાતી શરમાતી લગ્નના મંડપ સુધી પહોંચતી કન્યા. જોકે હાલમાં સોશિયલ મીડિયામાં એવી દલ્હનનો વીડિયો વાઇરલ બની રહ્યો છે જે પોતાના દુલ્હનના લુકમાં જિન્સ અને ચોલી સાથે ડાન્સ કરતી નજરે ચડે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર દિલ્હીના એક વેડિંગ ફોટોગ્રાફરે પોસ્ટ કર્યો છે જેણે ઇન્ટરનેટ પર ધમાલ મચાવી દીધી છે.
આ વીડિયોમાં દુલ્હનના લુકમાં રાશિકા યાદવ દેખાય છે જે પોતાના લગ્નના ગેટ-અપમાં દેખાય છે. આ વીડિયોમાં તે જિન્સ પહેરીને ભાંગડા કરતી નજરે ચડે છે. આ વીડિયોમાં રાશિકાએ બેલી ડાન્સ પણ કર્યો છે. રાશિકાએ શાસ્ત્રીય નૃત્યમાં 16 વર્ષની ટ્રેઇનિંગ લીધી છે.
આ વીડિયો વેડિંગ ફોટોગ્રાફર પ્રિયંકા કંબોઝ ચોપડાએ શેયર કર્યો છે. આ વીડિયોને અત્યાર સુધી 7 લાખથી વધારે વ્યુ મળી ચૂક્યા છે.