નવી દિલ્હી : નાગરિકતા સંશોધન કાયદાના વિરુદ્ધ પ્રદર્શન કરી રહેલા શાહીન બાગના પ્રદર્શનકારીઓ પૈકી એક JNUના વિદ્યાર્થીનો એક ભડકાઉ નિવેદન કરતો વીડિયો સામે આવ્યો છે. JNUમાં આઝાદીના નારા પર મચેલા ઘમાસાણ વચ્ચે સામે આવેલ આ વીડિયોમાં JNU વિદ્યાર્થી શરજિલ ઇમામ પૂર્વોત્તર અને આસામને ભારતના નક્શા પરથી દૂર કરી દેવાનું ભડકાઉ નીવેદન કરે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયોમાં JNU વિદ્યાર્થી શરજિલ ઇમામ કહે છે કે, ‘આપણી પાસે સંગઠિત લોકો હોય તો આપણે આસામને હિંદુસ્તાનથી હંમેશા માટે અલગ કરી શકીએ છીએ. જો કદાચ કાયમ માટે આવું શક્ય ન બને તો 2-3 મહિના માટે તો કામચલાઉ ધોરણે આસામને અને પૂર્વોત્તર રાજ્યોને આ હિંદુસ્તાનથી અલગ કરી જ શકીએ છીએ. રેલવે ટ્રેક પર એટલો કાટમાળ નાખો કે તેને દૂર કરતા જ આ લોકોને 2-3 મહિના થઈ જાય. આસામને આ દેશથી અલગ કરવું આપણી જવાબદારી છે.’


નિર્ભયાના 2 દોષિતની ચાલ પર નિચલી કોર્ટે ફેરવી દીધું પાણી, કહ્યું કે...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વીડિયોમાં શરજિલ ખૂબ જ ભડકાઉ ભાષાનો ઉપયોગ કરી રહ્યો છે. આસામ અને ભારત એકવાર અલગ થશે ત્યારે જ આ લોકો આપણી વાત માનશે. આપણે આસામની મદદ કરવી છે તો આસામ જતો દરેક રસ્તો જ બંધ કરી દો. શરજિલ ઈમામના આ વીડિયો પર હવે ખૂબ જ આકરી પ્રતિક્રિયા આવી રહી છે. અનેક સોશિયલ મીડિયા યુઝર્સ શરજિલના ઈરાદાઓ પર પ્રશ્ન ઉઠાવી રહ્યા છે. તો કેટલાક તેને ટુકડે ટુકડે ગેંગ સાથે જોડીને જોઈ રહ્યા છે.


Republic Day Special: જાણો, ભારતીય સેનાની સ્પેશિયલ 42 ટીમ અંગે, કેવી છે આકરી તાલિમ


આ વીડિયો પોસ્ટ કરીને ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યુ છે કે શાહીન બાગ (shaheen bagh)નું ષડયંત્ર આખી દુનિયા સામે આવી ગયું છે. શું આ દેશદ્રોહ નથી...શાહીન બાગને તૌહીન બાગ કહેવું જોઈએ. શાહીન બાગમાં એન્ટિ નેશનલ વાતો કરવામાં આવી અને આસામને ભારતથી આઝાદ કરવાની વાત કરવામાં આવી. ઝી ન્યૂઝ આ વીડિયોની સત્યતાની પુષ્ટિ નથી કરતું. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
દેશના સમાચાર જાણવા માટે કરો ક્લિક...