Republic Day Special: જાણો, ભારતીય સેનાની સ્પેશિયલ 42 ટીમ અંગે, કેવી છે આકરી તાલિમ
Republic Day Special: ભારતીય સેનાની સ્પેશિયલ 42 સીઆરપીએફ બહાદુર ટીમ છે કે જેમને દિલ્હીથી 120 કિલોમીટર દુર હરિયાણાના જંગલોમાં તૈયાર કરવામાં આવે છે. છેલ્લા 51 સપ્તાહથી ટ્રેનિંગ લઇ રહેલ ટીમમાં મહિલા અધિકારીઓ પણ છે
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીર (Jammu Kashmir) માંથી કલમ 370 હટાવ્યા બાદથી પાકિસ્તાન હચમચી ગયું છે અને તે કાશ્મીરમાં સુખ શાંતિને ડહોળવા સતત ફિરાકમાં છે. ગુપ્ત રિપોર્ટના અહેવાલ અનુસાર સરહદ પાર ઉભા કરાયેલા લોન્ચિંગ પેડમાં ઘણા આતંકીઓનો જમાવડો છે અને પાકિસ્તાની સેનાની મદદથી કાશ્મીરમાં ઘૂસણખોરી કરવા સતત પ્રયાસ કરી રહ્યા છે. આ આતંકી સંગઠનોની સાથોસાથ કાશ્મીરમાં સ્થાયી પથ્થરબાજો સાથે લડવાનો પણ પડકાર છે. 26 જાન્યુઆરીને દેશભરમાં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવશે આ અવસરે અમે આપને એક એવી સ્પેશિયલ 42 ટીમ અંગે જાણકારી આપવા જઇ રહ્યા છીએ કે જે આતંકીઓની સાથોસાથ નક્સલિયોને ખતમ કરવા માટે પણ પરસેવો પાડી રહી છે.
આપણે જ્યારે આપણા ઘરમાં રાહતનો દમ લેતા હોઇએ છીએ ત્યારે દેશની સેવામાં તૈનાત કેટલાક જવાનોની એક ટીમ ખાસ મિશનની તૈયારીમાં લાગેલી હોય છે. વાસ્તવમાં જમ્મુ કાશ્મીરમાં કલમ 370 દૂર થયા બાદથી આતંકીઓ હચમચી ગયા છે. તે પાકિસ્તાનના ઇશારે દેશમાં મોટો આતંકી હુમલો કરવાની ફિરાકમાં છે. આતંકીઓના આ મનસુબાને નિષ્ફળ બનાવવા અને ખતરાઓના પડકાર માટે સ્પેશિયલ ટીમને આ જંગલોમાં આકરી તાલિમ આપી તૈયાર કરવામાં આવે છે.
સ્પેશિયલ 42 સીઆરપીએફની એ બહાદુર ટીમ છે જેને દિલ્હીથી 120 કિલોમીટર દુર હરિયાણાના જંગલોમાં તૈયાર કરવામાં આવે છે. છેલ્લા 51 સપ્તાહથી તાલિમ લઇ રહેલી આ ટીમમાં મહિલા અધિકારીઓ પણ છે. જેમણે પોતાની આરામની જીંદગીને છોડીને દેશની સેવા કરવા માટે સીઆરપીએફમાં જોડાવાનો નિર્ણય કર્યો છે.
આસિસ્ટંટ કમાન્ડેન્ટ મોનિકાએ જણાવ્યું કે, સ્પેશિયલ 42 ને એ ખાસ રીતે તૈયાર કરવામાં આવી રહી છે કે યુધ્ધ જેવી સ્થિતિમાં પણ તે સરળતાથી કામગીરી બજાવી શકે. આ ટીમમાં તમામ આસિસ્ટંટ કમાન્ડેન્ટ રેન્કના અધિકારી છે. જેમને દરેક પ્રકારના આધુનિક હથિયારો ચલાવાતાં પણ શીખવવામાં આવે છે કે જેનાથી તેઓ આતંકીઓનો સામનો કરી શકે.
સીઆરપીએફના આઇજી રણદીપ દત્તાએ કહ્યું કે, સ્પેશિયલ 42 ને આકરી શારિરીક અને માનસિક કસોટીમાંથી ગુજરવું પડે છે. જેનાથી કઠીન અને વિપરીત સ્થિતિમાં પણ દુશ્મનોનો સામનો કરી શકે. ટ્રેનિંગ દરમિયાન સેન્ડ બેગ્સથી પણ પસાર થવું પડે છે કે જેનાથી એમની એકાગ્રતાની પણ પરખ થઇ શકે.
જવાનોને ટ્રેનિંગ આપી રહેલા એક અન્ય સીઆરપીએફના અધિકારીએ કહ્યું કે, સ્પેશિયલ 42ની ટ્રેનિંગ હવે લગભગ પૂર્ણ થઇ ચૂકી છે. આ ટીમને આગામી સમયમાં દેશના સૌથી ખતરનાક સ્થળોએ તૈનાત કરી દેવાશે. એન્ટી નક્સલ ઓપરેશનથી લઇને કાશ્મીરમાં પથ્થરબાજો સામે ટક્કર લેવા માટે પણ આ ટીમ સજ્જ છે. તેમણે કહ્યું કે, 11 મહિનામાં આ જંગલોમાં તૈયાર થઇ રહેલી ટીમના વધુ અધિકારીઓ જમ્મુ કાશ્મીરમાં ફરજ બજાવવા પણ તૈનાત કરાશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે