Viral Video: ઓ બાપરે! આવું કોણ કરાવે પ્રી વેડિંગ શૂટ, વીડિયો જોઈને ભલભલા થથરી જાય

Trending Video: આજ કાલ લોકો સોશિયલ મીડિયાના જમાનામાં ટ્રેન્ડ થવા માટે ભાત ભાતના આઈડિયા પણ અપનાવતા જોવા મળે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો મોઢામાં આંગળા નાખી જાય છે.
અગાઉ લગ્ન થતા હતા તો તે પહેલા ગરબા જોવા મળે, જાત જાતના સંગીત પ્રોગ્રામ થતા હોય પરંતુ હવે લગ્ન સમારોહમાં અનેક ફેરફાર જોવા મળી રહ્યા છે. આજકાલ ડેસ્ટિનેશન વેડિંગ, પ્રી વેડિંગ શૂટ, જેવી વસ્તુઓ પણ જોવા મળે છે. તમારા પણ ધ્યાનમાં આવતું હશે કે તમારા જાણીતામાં કોઈ પ્રી વેડિંગ શૂટ કરાવવા કોઈ સારા સ્થળે ગયા અને ફોટા પડાવ્યા. આજ કાલ લોકો સોશિયલ મીડિયાના જમાનામાં ટ્રેન્ડ થવા માટે ભાત ભાતના આઈડિયા પણ અપનાવતા જોવા મળે છે. આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને લોકો મોઢામાં આંગળા નાખી જાય છે.
એવું તે શું છે વીડિયોમાં
સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોવા મળે છે કે એક છોકરી સંપૂર્ણ રીતે દુલ્હનના વેશમાં સજેલી છે અને રસ્તાના કિનારે ઊભી છે. પરંતુ ગણતરીની પળોમાં જે થાય છે તે જોઈને સ્તબ્ધ થઈ જશો. દુલ્હનના વેષમાં તૈયાર થયેલી છોકરી પીઠથી વળીને જમીન તરફ ઝૂકીને પોતાના હાથથી જમીનને સ્પર્શ કરે છે અને ઊંધી વળેલી હાલતમાં જ ચાલવા લાગે છે. આમ ઉલ્ટા પગે ચાલતી જોઈને દરેક કૂતુહલ અનુભવે છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.
Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube