Viral Video Today: તમે છાશવારે જોયું હશે કે બસ કે ટ્રેનમાં સીટો ઓછી હોય છે પણ બેસનારા વધુ હોય છે. જેમ તેમ કરીને તેઓ બસમાં કે રિક્ષામાં બેસી જાય છે. હાલ સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે જેને જેણે પણ જોયો તેના હોશ ઉડી ગયા. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે જ્યારે પોલીસકર્મીએ આ ઓટોને રોકી અને તેમાંથી એક પછી એક પેસેન્જરને બહાર કાઢવાના શરૂ કર્યા તો હાજર બધાના હોશ ઉડી ગયા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે ગ્રામીણ વિસ્તારમાં એક પોલીસકર્મી ઓટો રોકે છે અને જ્યારે મુસાફરોને બહાર નીકળવાનું કહે છે ત્યારે એક પછી 27 જેટલા લોકો નીકળે છે જેમાં વૃદ્ધો અને બાળકો પણ સામેલ છે. પોલીસે આ ઓટોનું ચલણ કાપ્યું અને વીડિયો હાલ વાયરલ થતા લોકો યૂઝર્સ પણ જાત જાતની કમેન્ટ્સ કરી રહ્યા છે. 


 

 

 

 



 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by BKS 💕💗 (@memes.bks)


જોનારાના હોશ ઉડી ગયા
આ વીડિયો જેણે પણ જોયો તેના હોશ ઉડી ગયા. કારણ કે એક ઓટોમાં વધુમાં વધુ કેટલા સવાર હોય... 6 વ્યક્તિ પરંતુ આ જે ઓટો હતી તેમાંથી એક, બે, ત્રણ, ચાર, પાંચ, છ નહીં પરંતુ 27 જેટલા લોકો નીકળ્યા. વીડિયોને memes.bks નામના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી અપલોડ કરાયો છે. એક વ્યક્તિએ કમેન્ટ પણ કરી. આને ઓટો કેમ કહો છો, જિલ્લો જાહેર કેમ નથી કરી દેતા. વીડિયો પણ ભાત ભાતના રિએક્શન આવી રહ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube