નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસ (Corona Virus) ની બીજી લહેરની ગતિ નબળી પડી હોય તેવું દેખાય છે અને નવા કેસમાં કમી આવવાની સાથે સાથે રિકવર થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. પરંતુ આમ છતાં વિશેષજ્ઞોનું માનવું છે કે કોવિડ-19 મહામારીની બીજી લહેરને ખતમ થવામાં હજુ સમય લાગશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ મહિના પહેલા ખતમ નહીં થાય કોવિડ-19ની બીજી લહેર
સંક્રમાક બીમારીઓના એક્સપર્ટ અને વાયરોલોજિસ્ટ શાહિદ જમીલનું કહેવું છે કે ભારતમાં ભલે કોવિડ-19ના કેસ ઓછા થતા જોવા મળી રહ્યા હોય પંરતુ બીજી લહેરને ખતમ થવામાં હજુ થોડા મહિના લાગશે અને કદાચ તે જુલાઈ સુધી ચાલશે. 


કોવિડ-19ની બીજી લહેરનો પીક કહેવો ઉતાવળ
એક ઓનલાઈન કાર્યક્રમને સંબોધતા શાહિદ જમીલે કહ્યું કે 'કોવિડ-19ની બીજી લહેર ચરમ પર છે તે કહેવું ઉતાવળ હશે. નવા કેસનો ગ્રાફ ભલે ફ્લેટ થઈ રહ્યો છે પરંતુ સંક્રમણ પર કાબૂ મેળવવો એટલું સરળ નથી. તે હજુ લાંબો સમય ચાલશે અને જુલાઈના અંત સુધીમાં તે શક્ય બની શકે છે. જેનો અર્થ એ થયો કે ભલે કર્વ ઘટવા લાગ્યો છે પરંતુ આવનારા દિવસોમાં આપણે દરરોજ મોટી સંખ્યામાં સંક્રમણ સામે ઝઝૂમવું પડશે.'


Cow dung for Covid Cure: ગાયના છાણનો શરીર પર લેપ કરવાથી કોરોના વાયરસ ભાગી જાય છે? જાણો શું કહે છે ડોક્ટર્સ


આ વખતે આંકડો વધુ, તો સમય પણ વધુ લાગશે
શાહિદ જમીલે કહ્યું કે 'પહેલી લહેરમાં આપણને સતત ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ યાદ રાખો ત્યારબાદ સંક્રમિતોની સંખ્યા પહેલા કરતા ઘણી વધુ છે. પહેલી લહેરમાં સૌથી વધુ કેસ 96000-97000 હતા જ્યારે આ વખતે આંકડો 4 લાખથી વધુ પહોંચી ગયો. આથી તેમાં વધુ સમય લાગશે, કારણ કે કોરોનાના કેસ ખુબ વધારે છે.'


કોવિડના નવા કેસમાં થયો ઘટાડો
આ બાજુ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ ભારતમાં છેલ્લા 3 દિવસમાં કોવિડ-19ના કેસમાં ઘટાડો જોવા મળ્યો છે. 9મેના રોજ બહાર પાડવામાં આવેલા આંકડા મુજબ 24 કલાકમાં દેશભરમાંથી કોરોનાના 4 લાખથી વધુ કેસ સામે આવ્યા હતા. જ્યારે 10 મેના રોજ 3.66 લાખ, 11 મેના રોજ 3.29 લાખ કેસ નોંધાયા હતા. 


Corona: બીજી લહેરમાં યુવાનો કેમ થઈ રહ્યાં છે સંક્રમિત? ICMRએ આપ્યું કારણ


(અહેવાલ-સાભાર પીટીઆઈ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube