Corona: બીજી લહેરમાં યુવાનો કેમ થઈ રહ્યાં છે સંક્રમિત? ICMRએ આપ્યું કારણ

ICMR ચીફ ડો. બલરામ ભાર્ગવ (Dr. Balaram Bhargava) એ કહ્યુ કે, કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેરના આંકડાની તુલના તે દેખાડે છે કે ઉંમરનું વધુ અંતર નથી. તેમણે કહ્યું કે, 40 વર્ષરથી વધુ ઉંમરના લોકો પ્રતિકૂળ પ્રભાવો પ્રમાણે વધુ સંવેદનશીલ છે. 

Corona: બીજી લહેરમાં યુવાનો કેમ થઈ રહ્યાં છે સંક્રમિત? ICMRએ આપ્યું કારણ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ  (Coronavirus) ની બીજી લહેર વચ્ચે ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ  (ICMR) એ તેના વિકરાળ કારણો પર પ્રકાશ પાડ્યો છે. આઈસીએમઆરના પ્રમુખે કહ્યુ કે, લગભગ યુવાનો બહાર જવા લાગ્યા છે, તેથી તે વધુ પ્રભાવિત થઈ રહ્યાં છે. 

ICMR ચીફ ડો. બલરામ ભાર્ગવ (Dr. Balaram Bhargava) એ કહ્યુ કે, કોરોના વાયરસની પ્રથમ અને બીજી લહેરના આંકડાની તુલના તે દેખાડે છે કે ઉંમરનું વધુ અંતર નથી. તેમણે કહ્યું કે, 40 વર્ષરથી વધુ ઉંમરના લોકો પ્રતિકૂળ પ્રભાવો પ્રમાણે વધુ સંવેદનશીલ છે. 

યુવા લોકો થોડા વધુ સંક્રમિત થઈ રહ્યાં છે
તેમણે કહ્યું, અમને જાણવા મળ્યું કે યુવા લોકો થોડા વધુ સંક્રમિત થઈ રહ્યાં છે કારણ કે તે બહાર ગયા અને દેશમાં કોરોના વાયરસના કેટલાક પહેલાથી હાજર સ્વરૂપ પણ છે, જે તેને પ્રભાવિત કરી રહ્યાં છે. આ સિવાય દેશમાં સાર્સ-સીઓવી-2ના કેટલાક સ્વરૂપોને કારણે પણ આમ છે. 

કોરોનાથી મોટી સંખ્યામાં યુવાનોના મોત
મહત્વનું છે કે ભારત કોરોના વાયરસના સંક્રમણની વિકરાળ બીજી લહેરનો સામનો કરી રહ્યું છે. પાછલા વર્ષની તુલનામાં આ વખતે યુવાનોના મોટી સંખ્યામાં મોત થઈ રહ્યાં છે. સંક્રમિતોના આંકડા વધવાને કારણે લોકોને હોસ્પિટલોમાં બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શનોની કમીનો સામનો કરવો પડી રહ્યો છે. 

દેશમાં ઘટી રહ્યાં છે કેસ
દેશમાં કોરોનાની સ્થિતિ વિશે જાણકારી આપતા પત્રકાર પરિષદમાં સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યુ કે, ભારતમાં દરરોજ નવા કોરોના કેસ અને મૃત્યુમાં ઘટાડાની પ્રવૃતિ જોવા મળી છે. મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, ઝારખંડ, તેલંગણા, ચંડીગઢ, લદ્દાખ, દમન અને દીવ, લક્ષદ્વીપ અને અંડમાન નિકોબારમાં નવા કેસમાં દરરોજ ઘટાડો થઈ રહ્યો છે. ICMR ના ડીજી ડો. બલરામ ભાર્ગવે કહ્યુ કે, નેશનલ પોઝિટિવિટી રેટ 21 ટકાની આસપાસ છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, આંધ્ર પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, દિલ્હી, રાજસ્થાન, હરિયાણા, છત્તીસગઢ, બિહાર અને ગુજરાતમાં પણ દરરોજ  COVID19 કેસમાં નિયમિત ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં 13 એવા રાજ્યો છે જ્યાં 1 લાખથી વધુ એક્ટિવ કેસ છે. 6 રાજ્યોમાં 50 હજારથી 1 લાખ વચ્ચે સક્રિય કેસ છે. તો 17 રાજ્યોમાં એક્ટિવ કેસની સંખ્યા 50 હજારથી ઓછી છે. 

દેશમાં આટલો છે પોઝિટિવિટી રેટ
ડો. ભાર્ગવે કહ્યુ કે, દેશમાં પોઝિટિવિટી રેટ લગભગ 21 ટકાની નજીક છે. દેશના 310 જિલ્લા એવા છે. તેમાં પોઝિટિવિટી રેટ દેશના એવરેજ પોઝિટિવિટી રેટ કરતા વધુ છે. 

ડો. ભાર્ગવે કહ્યુ કે, કોરોનાની બીજી લહેરમાં અમે આરટીપીસીઆરને રેશનલાઇઝ કર્યા. સાથે જલદી પરિણામ માટે એન્ટીજન પર ભાર આપ્યો. આઈસોલેશન અને હોમ કેયર પર પણ ભાર આપ્યો.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news