નવી દિલ્હી: કોરોનાકાળ આવ્યા બાદ વર્ચુઅલ મીટિંગ્સનો દૌર શરૂ થયો. એવામાં હવે વર્ચુઅલ મીટિંગ એપ્સ (Virtual Meeting App) પર લોકો ખૂબ સક્રિય થઇ ગયા છે. ઓફિસ, ક્લાસિસ અને સામાન્ય વાતચીત પણ આ પ્લેટફોર્મ પર થવા લાગી. એવામાં લોકોની વાતોને રેકોર્ડ લીક કરવાનો સિલસિલો પણ શરૂ થયો. ઘણા લોકોના કામ વર્ચુઅલ મીટિંગથી સરળ થયા તો ઘણા લોકોના બગડી પણ ગયા. એવું જ આ વખતે શ્વેતા (Shweta) સાથે થયું છે. શ્વેતાનો એક ઓડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બધાએ સાંભળી બધી વાત
શ્વેતા (Shweta Trending) ટ્વિટર પર ટ્રેંડ કરતાં જ લોકો વિવિધ પ્રકારના મીમ પણ બનાવી રહ્યા છે. શ્વેતા કોઇ છોકરી છે, જે ઝૂમ પર ઓનલાઇન ક્લાસ દરમિયાન માઇક ઓન રાખીને કોલ પર પોતાની બહેનપણી સાથે વાત કરી રહી છે. શ્વેતા અને તેની મિત્રની વાતચીત વર્ચુઅલ ક્લાસમાં હાજર 111 લોકોએ સાંભળી છે. લોકો શ્વેતાને કહી રહ્યા છે કે તારું માઇક ઓન છે પરંતુ શ્વેતાએ માઇક ઓફ કરવાના બદલે લોકોનો અવાજ મ્યૂટ કરી દીધો હતો. 

Corona Second Wave: આ શહેરમાં લાગ્યો જનતા કર્ફ્યૂ, જરૂરી સેવાઓને બાદ કરતાં બધુ રહેશે બંધ


Time Magazine ની 100 ઉભરતા નેતાઓની યાદી, જાણો કઇ ભારતીય હસ્તીઓને મળ્યું સ્થાન


લગભગ 6-7 મિનિટ આ ઝૂમ કોલ રેકોર્ડિંગ છે. હાલ હવે ભલે જ લોકોને અસલ શ્વેતા (Shweta) કોણ છે તેની ખબર હોય કે ન હોય પરંતુ શ્વેતા સોશિયલ મીડિયા સનસની તો બની ગઇ છે. હવે આ સમગ્ર ઘટનાથી બસ એક વાત સમજ આવે છે કે ટેક્નોલોજીનો સંભાળીને યોગ્ય રીતે ઉપયોગ કરો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube